- રિપોર્ટ અનુસાર IPL 2024માં કેટલાક નિયમોમાં ફેરફાર થશે
- IPLમાં પહેલા પણ ઇમ્પેક્ટ પ્લેયર અને નો બોલ, વાઇડ-બોલને રિવ્યુ કરવાના નિયમો હતા
- IPL મેચોની દરેક ઓવરમાં વધુમાં વધુ 2 બાઉન્સર ફેંકી શકશે
IPL 2024 માટે આજે દુબઇમાં હરાજી કરાશે. જો કે આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા નિયમોને લઇને એક સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર IPL 2024માં કેટલાક નિયમોમાં ફેરફાર થશે. કેટલાક નવા નિયમો આવશે. ગઇ IPLમાં પહેલા પણ ઇમ્પેક્ટ પ્લેયર અને નો બોલ, વાઇડ-બોલને રિવ્યુ કરવાના નિયમો આવ્યા હતા.
એક ઓવરમાં બે બાઉન્સર
મીડિયાના રિપોર્ટ અનુસાર, IPL એટલે કે IPL 2024 ની આગામી સિઝનથી, બોલર IPL મેચોની દરેક ઓવરમાં વધુમાં વધુ 2 બાઉન્સર ફેંકી શકે છે. અત્યાર સુધી આવું નહોતું. અત્યાર સુધી આઈપીએલમાં પણ ઈન્ટરનેશનલ ક્રિકેટની જેમ જ નિયમોનું પાલન કરવામાં આવતું હતું, જે મુજબ બોલર એક ઓવરમાં વધુમાં વધુ એક બાઉન્સર ફેંકી શકતા હતા, તેનાથી વધુ બોલિંગને નો બોલ માનવામાં આવતું હતું. જો કે, હવે આઈપીએલમાં આવું થશે નહીં, પરંતુ હજુ સુધી આ નવા નિયમને લઈને બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ગત વર્ષે આઈપીએલ મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ઘણી અસર થઈ હતી
દર વર્ષે IPLમાં કેટલાક નવા નિયમો ઉમેરવામાં આવે છે. ગત વર્ષે આઈપીએલ મેચોમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ઘણી અસર થઈ હતી. કેટલાક લોકોને આ નિયમ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેનો વિરોધ પણ કર્યો. વાઇડ અને નો બોલના કિસ્સામાં પણ, બેટ્સમેનને સમીક્ષા કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, જેથી જો તેને કોઈ શંકા હોય તો તે પોતે જ તેનું નિરાકરણ કરી શકે.
IPL Auctionsમાં કુલ 77 ખેલાડીઓ પર બોલી લાગશે
IPLના નિયમોની વાત કરીએ તો પહેલા આજે થનાર હરાજીની વાત આવશે પછી નિયમોની વાત થશે IPL 2024 માટે આજે હરાજી કરાશે. હરાજી માટે તમામ 10 ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે ઓક્શનમાં 333 ખેલાડીઓનું નામ છે. જેમાં 214 ખેલાડીઓ ભારતીય હશે, 119 ખેલાડીઓ વિદેશી હશે, જોકે આ વખતે ઓક્શનમાં ફક્ત 77 ખેલાડીઓના સ્લોટ બાકી છે. જેમાં વિદેશી ખેલાડી માટે 30 સ્લોટ હશે હવે જોવાનુ એ રહેશે કે 77 ખેલાડીઓમાંથી સૌથી મોંઘો ખેલાડી કોણ હશે.


