- સ્કૂલના કેટલાંક બાળકો બન્યા ટ્રેનના પહેલા મુસાફર
- બાળકોએ માન્યો વડાપ્રધાન મોદીનો આભાર
- વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરવી ટ્રેન
વારાણસીથી દિલ્હી વચ્ચે બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. તો, સ્કૂલના કેટલાંક બાળકો આ ટ્રેનના પહેલા મુસાફર બન્યા હતા. તેમણે પોતાનો અનુભવ પણ શેર કર્યો. સાથે જ વંદેભારતને લઈને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારથી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના બે દિવસના પ્રવાસે છે. પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ સોમવારે વારાણસી દિલ્હી વચ્ચે દોડનાર બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી. બનારસ રેલવે સ્ટેશનથી નવી દિલ્હી વચ્ચે 20 ડિસેમ્બરથી આ બીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચલાવવામાં આવશે, મંગળવારે આ ટ્રેન નહીં ચાલે.
આવું હશે આ ટ્રેનનું શિડ્યુલ
બનારસથી દિલ્હી વચ્ચે ચાલનાર આ નવી વંદેભારત એક્સપ્રેસના સંચાળાંને લઈને રેલવે તરફથી સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ ટ્રેન નંબર 22415 સવારે 6 વાગે બનારસથી રવાના થશે, 7.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે, અહી 4 મિનિટ હોલ્ટ કરશે. કાનપુરમાં હોલ્ટ કરીને આ ટ્રેન બપોરે 2.05 વાગે પોતાના ગંતવ્ય નવી દિલ્હી જવા પાંચ મિનિટનો વધારાનો સમય લેશે. નવી વંદેભારત ટ્રેનમાં કુલ 16 કોચ હશે જેમાંથી 2 કોચ એક્ઝિક્યુટિવ કાર અને અન્ય માત્ર ચેરકારના જ રહેશે.
દિલ્હી અને વારાણસી વચ્ચે મુસાફરી સરળ બનશે
બીજી વંદે ભારત ટ્રેન દોડાવવાથી, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી દિલ્હી વચ્ચેની મુસાફરી સરળ બનશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર નવી વંદે ભારત ટ્રેન સવારે 6 વાગ્યે વારાણસીથી ઉપડશે અને પ્રયાગરાજ, કાનપુર થઈને બપોરે 2 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. આ પછી ટ્રેન નવી દિલ્હીથી 3 વાગ્યે વારાણસી પરત ફરશે.
આ સ્ટેશનો પર સ્ટોપેજ હશે
જાણકારી અનુસાર, ટ્રેનનો સમય કાનપુર પહોંચવાનો સમય 07:30 વાગ્યે અને પ્રયાગરાજ પહોંચવાનો સમય 09:30 વાગ્યે હશે. વંદે ભારતનું નવું રેક 15મીએ વારાણસી પહોંચશે. VIP ટ્રેનોમાં સામેલ બીજા વંદે ભારતની કામગીરીની સાથે સાથે વંદે ભારતની જાળવણીની જવાબદારી પણ વારાણસીને જ સોંપવામાં આવી છે.


