- પીએમ મોદીનો વારાણસીના પ્રવાસનો બીજો દિવસ
- વિવિધ વિકાસની પરિયોજનાઓનું કર્યુ લોકાર્પણ
- કાશી સાંસદ જ્ઞાન પ્રતિયોગિતાનું પણ કર્યુ ઉદ્ઘાટન
પીએમ મોદીનો વારાણસી પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ વારાણસીમાં 19 હજાર કરોડની વિવિધ પરિયોજનાનુ શિલાન્યાંસ અને લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે પીએમ મોદી આજે સવારે સ્વરવેદ મહામંદિરનું લોકાર્પણ કર્યુ હતું. ત્યારે વારાણસીમાં આજે વિવિધ વિકાસના કાર્યો તથા વિકસિત ભારત યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
આ ઉપરાંત પીએમ મોદીએ કાશી સાંસદ જ્ઞાન પ્રતિયોગિતાનું રજિસ્ટ્રેશન અને ક્યુ આર દ્વારા રજિસ્ટ્રેશન કરવાનો પણ શુભારંભ કર્યો હતો.
ચાર ટ્રેનની કરી શરૂઆત
પીએમ મોદીએ દિલ્હી-વારાણસી વંદેભારત ટ્રેન સહિત અન્ય 4 રેલવે સેવાને લીલીઝંડી બતાવીને શરૂઆત કરી હતી.
કાશીનો વિકાસ થાય છે- પીએમ મોદી
પીએમએ મોદીએ સંબોધન ભોજપુરીમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. ત્યારબાદ જણાવ્યું કે આ વખતે હું દેવ દિવાળી પર અહીં નહોતો આવ્યો પરંતુ તમે લોકોએ આ વખતે રેકોર્ડ તોડ્યો. મને સૌથી વધુ આનંદ ત્યારે થાય છે જ્યારે વિશ્વ કાશીના લોકોએ કરેલા કામની પ્રશંસા કરે છે. જ્યારે કાશીનો વિકાસ થાય છે ત્યારે યુપીનો વિકાસ થાય છે. જ્યારે યુપીનો વિકાસ થાય છે ત્યારે દેશનો વિકાસ થાય છે. આજે પણ એ જ ભાવના સાથે 20 હજાર કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
વિકાસ ભારત સંકલ્પ યાત્રા એક મોબાઈલ યુનિવર્સિટી- પીએમ મોદી
વિકાસ ભારત સંકલ્પ યાત્રા એક મોબાઈલ યુનિવર્સિટી છે. આ બે દિવસમાં હું ઘણું શીખ્યો. આજના પ્રોજેક્ટ્સ કાશીના વિકાસને વેગ આપશે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું. આપણે ઓછામાં ઓછા 15 શહેરોની મુલાકાત લેવી જોઈએ. મને ખુશી છે કે જે લોકો પહેલા વિદેશ જતા હતા તેઓ આજે તેમના દેશની મુલાકાતે છે. પ્રવાસન વધે તો વિકાસ વધે. પર્યટનમાં વધારો થવાથી કાશીના લોકોની આવકમાં વધારો થયો છે. સરકાર આ માટે સતત કામ કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે કાશીની વેબસાઈટ પર ગૌડોલિયાની ચાટ અને રામનગરની લસ્સી વિશેની માહિતી પણ ઉપલબ્ધ છે.
‘હવે સમય બદલાઈ ગયો છે’
પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ તેની વિરાસત પર ગર્વ કરવાનું ભૂલી ગયો છે અને આ દેશમાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો પણ વિરોધ થયો હતો. સોમનાથ મંદિરના મુદ્દાને આગળ વધારતા વડાપ્રધાને કહ્યું કે સોમનાથથી શરૂ થયેલું કામ હવે અભિયાનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ વડાપ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આજે આઝાદીના 7 દાયકા બાદ સમયનું પૈડું ફરી વળ્યું છે અને દેશ હવે લાલ કિલ્લા પરથી ગુલામીની માનસિકતામાંથી આઝાદીની ઘોષણા કરી રહ્યો છે. તેમજ વડાપ્રધાનના કહેવા પ્રમાણે, દેશ હવે તેની વિરાસત પર ગર્વ લેવા લાગ્યો છે.


