- પાકા કામના કેદીને મળતા દૈનિક વેતનમાં વધારો જાહેર કર્યો હતો
- અધિક્ષક દ્વારા કેદીઓને માહીતી આપવામાં આવી હતી
- કેદીઓ પોતાના ધંધા રોજગારની નવી શરૂઆત કરી શકે છે
સમગ્ર રાજયની જેલોમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીઓને મળતા દૈનીક વેતનમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે અધિક્ષક દ્વારા કેદીઓને આ અંગેની માહીતી આપવામાં આવી હતી.
રાજયની સેન્ટ્રલ અને સબ જેલોમાં સજા પામેલ પાકા કામના કેદીઓને જેલમાં માનસ પરીવર્તન અને સુધારણા પ્રવૃતીના ભાગરૂપે અને જેલમુકત થયા બાદ તેઓ સમાજમાં પુનઃવસન પામી શકે અને તેમનામાં રહેલા કૌશલ્યનો વિકાસ થાય તે માટે કેદીઓને સોંપવામાં આવતી વીવીધ કામગીરીના બદલામાં દૈનીક વેતન ચુકવવામાં આવે છે. કેદીઓને મળતા આ વેતનનો દર ખુબ નજીવો હતો. ત્યારે કેદી કલ્યાણ અને પુનઃવસન માટે જેલ વિભાગે આ વેતનનો દર વધારવા રજુઆત કરી હતી. જેને સરકારે માન્ય રાખી તાજેતરમાં જેલમાં કામ કરતા પાકા કામના કેદીઓના વેતનમાં વધારો જાહેર કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર સબ જેલમાં સજા ભોગવતા કેદીઓને આ અંગેની માહીતી અપાઈ હતી. જેમાં જેલ અધીક્ષક એસ.જે.સભાડ, જયદીપસીંહ પરમાર સહિતનાઓ દ્વારા કેદીઓને સરકારે નવા જાહેર કરેલા વેતનના દરની વિગતો આપી હતી. જેલમાં કામ કરતા કેદીઓ જયારે છુટે ત્યારે તેઓના હાથમાં કરેલા કામની મોટી રકમ આવે છે. અને તેઓ પોતાના ધંધા રોજગારની નવી શરૂઆત કરી શકે છે.


