- મેઘમણી સંસ્થા અને ધારાસભ્યના સહયોગથી ત્રણ રસ્તા ઉપર પ્રતિમાનું અનાવરણ
- રેલીમાં કાર્યકરો, નગરજનો ઉપસ્થિત રહ્યા
- જય સરદારનો જયકારો માર્ગો પર ગુંજી ઊઠયો
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા અનાવરણ તેમજ મેઘમણી સરદાર સર્કલ(ચોક)નું લોકાર્પણ પ્રસંગે આખું નગર રાષ્ટ્રભક્તિના રંગે અને સરદાર પટેલના જયકારાથી છવાઈ ગયું હતું. તા.17 ના રોજ મેઘમણી ફાઉન્ડેશન સંસ્થા તેમજ વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના સહયોગથી નવનિર્મિત સરદાર પટેલની પ્રતિમા અને સર્કલના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુજપુરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રવિવારે મેઘમણી કૅમ્પસથી બપોરે 11 કલાકે મંત્રી, ધારાસભ્ય સહિત મેઘમણી આગેવાનો ખુલ્લી જીપમાં લોકોના અભિવાદન ઝીલતાં સરદાર ચોક સુધી રેલી યોજવામાં આવી હતી. રેલી અહીં પુર્ણ થયાં બાદ કેન્દ્રિય મંત્રી,મેઘમણી ફાઉન્ડર અને હાર્દિક પટેલ દ્વારા સર્કલનું લોકાર્પણ તેમજ પ્રતિમાને ખુલ્લી મુકીને મહાનુભાવોએ પુષ્પાંજલિ પણ કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનો સહિત માંડલ તાલુકા અને જિલ્લાના ભાજપના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં


