By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇન્ડિયા ગઠબંધનનું રગશિયું ગાડું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ઇન્ડિયા ગઠબંધનનું રગશિયું ગાડું

agragujaratnews
Last updated: 2023/12/21 at 5:17 PM
2 years ago
Share
ઇન્ડિયા ગઠબંધનનું રગશિયું ગાડું
SHARE

નવી દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠક મળી તેમાંથી શું નીપજ્યું તે ભાગ્યે જ કોઈને સમજાયું અને મિટિંગ ચા બિસ્કિટમાં થયાનો કટાક્ષ એક સાંસદે જ કર્યો

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પછી વિપક્ષી નેતાઓની બેઠક નવી દિલ્હીમાં બે દિવસ પહેલાં મળી ત્યારે તેમાંથી કશુંક નક્કર નીકળશે એવી ધારણા ખોટી પડે છે. ફરી એક વાર ઇન્ડિયા ગઠબંધનનું ગાડું રગશિયું સાબિત થયું છે. આ ગતિએ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હશે ત્યારે પણ હજી બેઠકોનો એજન્ડા જ નક્કી થઈ રહ્યો હશે. એજન્ડા નક્કી કરવાનો સમય ક્યારનોય વીતિ ગયો છે. હવે ચૂંટણીના મેદાનમાં ઉતરીને તૈયારીઓનો અમલ કરવાનો સમય છે, પણ હજી સુધી ઘણી બાબતો એવી છે જેની અસમજ ઊભી છે. હકીકતમાં જેડીયુના એક સાંસદે કટાક્ષ કર્યો તેના પરથી અંદાજ આવી શકશે કે આ બેઠકમાં કેમ બધું અસ્પષ્ટ હતું. આ સાંસદે કહ્યું કે આ વખતે માત્ર ચા અને બિસ્કિટમાં મિટિંગ પતી ગઈ. સમોસા પણ આવ્યા નહીં. ગયા વખતે સમોસામાં પણ હતા.
સમોસા વિના કેવી રીતે સ્ટ્રેટેજી તૈયાર થશે એ સમજવું મુશ્કેલ બન્યું છે, કેમ કે ઉપર મેંદાના લોટનું આવરણ નક્કી છે, પણ સમોસાની અંદર કેવા કેવા ઇન્ગ્રેડિયન્ટ નાખશો એ મોસમ અને તબિયતના હિસાબે નક્કી થતા હોય છે. અંદર બટેટા અને ચણાના મિક્સરથી લઈને સૂકા મેવાના ટુકડા અને મીઠી દ્રાક્ષના દાણા સહિતનું ઘણું બધું નાખી શકાય છે. વિપક્ષે એકતા ઊભી કરવી હશે તો ઘણું બધું મોણ પણ નાખવું પડશે એ આમ સૌ સમજે છે અને આમ જાણે કોઈ નેતાની સમજમાં ના આવતું હોય તેવો વ્યવહાર થઈ રહ્યો છે.
દાખલા તરીકે સમગ્ર રીતે ભાજપ સામે વિપક્ષી એકતાની વાતો વચ્ચે એસપીના નેતા અખિલેષ યાદવે ખાંડા ખખડાવ્યા કે ભાળ્યું જો બીએસપી અને માયાવતીને ભેળા લીધા છે તો. કોંગ્રેસ બીએસપીને સાથે લેવાની તૈયારીમાં છે. બીએસપીએ પણ જિલ્લા પ્રમુખો પાસે સર્વે કરાવ્યો હતો કે કોંગ્રેસ સાથે જોડાણ થાય તો કેમનું રહે. તેમાં પોઝિટિવ રિસપોન્સ મળ્યો તે પછી એસપી ભડક્યું છે, કેમ કે ઉત્તર પ્રદેશમાં એસપી મુખ્ય પક્ષ રહેશે અને કોંગ્રેસ તેના પગલે ચાલશે એવી ખાતરી રાહુલ ગાંધીએ આપ્યા પછી તેમાં બીએસપી ઉમેરાવાનું હોય તો સખળડખળ થાય.
સખળડખળ તો થઈ જ રહ્યું છે. તમે જુઓ કે કોંગ્રેસ તરફથી નહીં, પરંતુ મમતા બેનરજી તરફથી સૂચન આવ્યું કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને આગળ કરો. તેમને કન્વિનર બનાવો. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ તેને ટેકો આપ્યો. એવી ચર્ચા છે કે બીએસપી સાથે ગઠબંધન કરીને ખડગેને ઉત્તર પ્રદેશની કોઈ બેઠક પરથી લડાવવા. તેના કારણે બિનજાટવ મતો ભાજપ તરફ જાય છે તેને તથા બીએસપીના હજીય 13 ટકા જેટલો મતો વધ્યા છે તેને આકર્ષી લેવા. પંજાબમાં બીએસપી મતો વિખેરી ના નાખે તે જોવાની ચિંતા આપને છે એટલે દલિત મતોને સીધા આકર્ષવા માટે બીએસપી કોંગ્રેસ સાથે આવે કે ઇન્ડિયા ગઠબંધનમાં આવે તેમાં આપને પણ વાંધો નથી. પરંતુ કોંગ્રેસનું પોતાનું આંતરિક કમઠાણ હજીય શમ્યું નથી એટલે કોઈ નક્કર બાબત બેઠકમાંથી બહાર આવી નથી.
ડિસેમ્બરના અંત સુધીમાં બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવાઈ જશે એવું કહેવાયું છે તેમાં પણ ભરોસો બેસે એવો નથી. ટૂંકમાં ભાજપની 2024ની નીતિ ક્યારનીય અમલમાં આવી ગઈ છે, ત્યારે વિપક્ષમાં હજી પ્રાથમિક ધોરણે ચર્ચાઓ શરૂ થઈ છે. ગાડાનો શણગાર થઈ રહ્યો છે અને બળદોને ધમારીને જોડવા માટેની હજી તૈયારીઓ થઈ રહી છે. બીજી બાજુ ભાજપનો રથ આગળ નીકળી ગયો છે, કેમ કે પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં જ ભાજપે નરેન્દ્ર મોદીના નામે જ ચૂંટણીઓ લડવાની છે તેનો પ્રયોગ સફળતાપૂર્વક કરી પણ નાખ્યો છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 4 days ago
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?