- દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક શરૂ
- ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર
- વસુંધરા રાજે, વિપ્લાવ દેવ, પ્રકાશ જાવાડેકર હાજર
2023ના છેલ્લા મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ઉત્સાહથી ભરેલી ભાજપે હવે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ ચૂંટણીને અંતિમ મેચ તરીકે લઈ રહ્યું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક શરૂ થઇ છે.
કોણ કોણ હાજર ?
આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રાષ્ટ્રીય અધિકારી, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના પ્રદેશ મહાસચિવ હાજર રહ્યા છે..ભાજપના રાજ્ય પ્રમુખ, ઇન્ચાર્જ, સંગઠન જનરલ સેક્રેટરી હાજર રહ્યા છે. ભાજપના તમામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષોની બેઠકમાં અનેક મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠક બે દિવસ ચાલશે.
પીએમ મોદી દ્વારા બેઠકનું ઉદ્ઘાટન
પીએમ મોદી દ્વારા બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય બીજેપી નેતાઓએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં હાજરી આપી છે.
બેઠકમાં શું થશે ચર્ચા ?
આ બેઠકમાં 2024 લોકસભાની ચૂંટણીઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની સમીક્ષા કરવામાં આવશે. તેમજ વિકસિત ભારત સંકલપ યાત્રાની સમીક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ જાન્યુઆરી 22એ થનારી રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને પણ ભાજપ દ્વારા શું કરવામાં આવશે તેને લઇને ચર્ચા કરવામાં આવશે.


