- ઉપરાષ્ટ્રપતિની નકલની ઘટનાને લઇને ગરમાયુ રાજકારણ
- ચેન્નાઇ પહોંચેલા અનુરાગ ઠાકુરે આપ્યુ મહત્વનુ નિવેદન
- રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઇએ- ઠાકુર
વિપક્ષીઓ દ્વારા ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવા બાબતે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેને લઇને હવે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે રાહુલ ગાંધીને આડેહાથ લીધા છે. તમિલનાડુના ચેન્નાઇ પહોંચેલા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે રાહુલ ગાંધી અપરિપક્વ છે. આ મામલે તેમણે માફી માંગવી જોઇએ..
રાહુલ ગાંધી માફી માંગે – અનુરાગ ઠાકુર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધી અપરિપક્વ, બિન-ગંભીર અને અલોકતાંત્રિક છે. પછી તે સદનની અંદર હોય કે બહાર. આ ઘણી જ શરમજનક બાબત છે. તેમના કાર્યો હોય કે તેમની સ્પીચ. તેમની ઘણી વખત ટીકા થઇ છે. રાહુલ ગાંધીએ જે પણ કંઇ કર્યુ છે તેના માટે દેશ તેમને માફ નહી કરે. જ્યારે આ સાંસદ આ પ્રકારની હરકત કરી રહ્યા હતા ત્યારે તેમને બંધ કરાવવાની જગ્યાએ રાહુલ ગાંધી પણ તેમની સાથે જોડાઇ ગયા. આ મામલે તેમણે માફી માગવી જોઇએ પરંતુ તેઓ એલિગેશન કરી રહ્યા છે.
INDI ગઠબંધન વિભાજન કરી રહ્યું છે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે, INDI ગઠબંધન ઉત્તર અને દક્ષિણનું વિભાજન, સાંસ્કૃતિક વિભાજન કરી રહ્યું છે. 3 રાજ્યોની ચૂંટણીમાં નિષ્ફળતા બાદ તેમનું મનોબળ ઘટી ગયું છે. દેશ ઇચ્છતો હતો કે સંસદમાં બનેલી ઘટના વખતે તેઓ એકજૂથ રહે. તેઓ માત્ર સંસદની બહાર ઊભા રહીને ભારતના ઉપરાષ્ટ્રપતિનું અનુકરણ કરવા માગે છે. તે શરમજનક છે. મહત્વનું છે કે મંગળવારે સંસદના મકર ગેટ પર સસ્પેન્ડેડ સાંસદો સાથે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉપરાષ્ટ્રપતિની કલ્યાણ બેનર્જી દ્વારા નકલ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ફોન પર તૃણમૂલ સાંસદનો વીડિયો બનાવ્યો હતો. બપોરે 12 વાગે સંસદ શરૂ થતાં જ જગદીપ ધનખરે આ બાબતની નોંધ લીધી હતી.


