- સાઉથ આફ્રિકા સામે ભારતની 78 રને જીત
- સંજુ સેમસેને વનડેમાં પ્રથમ સદી ફટકારી
- ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતની 78 રને જીત થઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 296 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ 45.4 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી કબ્જે કરી લીધી હતી. ભારત તરફથી સંજુ સેમસને શાનદરા ઇનિંગ રમીને તેની કારકિર્દીની વનડેમાં પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે તિલક વર્માએ 52 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. બોલિંગમાં અર્શદીપે કમાલ કરી હતી, અર્શદીપ સિંહે 9 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતની 78 રને જીત થઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 296 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમ 45.4 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ રન ઓપનર ટોન ડી જોર્ઝીએ બનાવ્યા હતા. જોર્ઝીએ 87 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કેપ્ટન એડમ માર્કરમ 41 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે હેનરી કલાસેન 21, રીઝા હેન્ડ્રીકસ 19 રન, કેશવ મહારાજ 14 અને ડેવિડ મિલર 10 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો અર્શદીપ સિંહે 9 ઓવરમાં 30 રન આપીને 4 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વોશિંગ્ટન સુદર્ 10 ઓવરમાં 38 રન આપીને 2 સફળતા મેળવી હતી. આવેશ ખાને બે વિકેટ ઝડપી હતી. જ્યારે મુકેશ કુમાર અને અક્ષર પટેલ એક-એક વિકેટ ઝડપી છે.
198/7 (40 ઓવર)- ટોન ડી જોર્ઝીને આઉટ કર્યા બાદ ભારતીય ટીમે મેચમાં મજબુક પકડ બનાવી હતી. વિસ્ફોટક બેટ્સમેન હેનરી કલાસેન આવેશ ખાને પોતાનો શિકાર બનાવ્યો હતો. કલાસેન 23 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સુંદરે વિયાન મુલ્ડરને આઉટ કર્યો હતો. મુકેશ કુમારે સાઉથ આફ્રિકાના ફિનિશર ડેવિડ મિલરને પેવેલિયનનો રસ્તો બતાવીને ભારતની જીત પાક્કી કરી દીધી છે. મિલર 20 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો.
સાઉથ આફ્રિકાનો પાંચમો બેટ્સમેન પેવેલિયન પરત ફર્યો છે. અવેશ ખાને હેનરી ક્લાસેનને આઉટ કર્યો હતો. હેનરી ક્લાસને 22 બોલમાં 21 રન બનાવ્યા હતા.
163/4 (30 ઓવર)- સાઉથ આફ્રિકાએ 76 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ઓપનર ટોન ડી જોર્ઝી અને કેપ્ટન એડમ માર્કરમ વચ્ચે 65 રનની પાર્ટનરશિપ કરીને મેચમાં આફ્રિકાને મજબુત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. વોશિંગ્ટન સુંદરે કેપ્ટન એડમ માર્કરમને પોતાનો શિકાર બનાવ્યો હતો. માર્કરમ 41 બોલમાં 2 ફોર 1 સિકસ ફટકારીને આઉટ થયો હતો. ત્યારબાદ અર્શદિપ સિંહે સેટ બેટ્સમેન ટોન ડી જોર્ઝીને આઉટ કરીને ભારતીય ટીમની વાપસી કરાવી હતી. ટોન ડી જોર્ઝી 87 બોલમાં 6 ફોર અને 3 સિકસની મદદથી 81 રન બનાવ્યા હતા. હાલમાં હેનરી કલાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર છે,
95/2 (20 ઓવર)- સાઉથ આફ્રિકાના ઓપનર ટોની ડી જોર્ઝીએ પચાસ રનનો આંકડો પાર કરી લીધો છે. ટોની ડી જોર્જીએ છેલ્લી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. અક્ષર પટેલે રાસી વાન ડર ડ્યુસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાસી વાન ડર ડ્યુસેનને માત્ર 17 બોલમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં ટોની ડી જોર્ઝી 62 બોલમાં 56 રન અને કેપ્ટન એડમ માર્કરમ 19 બોલમાં 10 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.
62/1 (10 ઓવર)- 297 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકન ટીમે તાબડતોડ શરૂઆત કરી હતી. ઓપનરોએ માત્રવ 6 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. ભારતને પ્રથમ સફળતા અર્શદીપ સિંહે અપાવી હતી. અર્શદીપે રીઝા હેન્ડ્રીક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. હેન્ડ્રીક્સ 24 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં યુવા બેટ્સમેન ટોની ડી ઝોર્ઝી 31 બોલમાં 5 ફોર અને 1 સિકસની મદદથી 34 રન અને રાસી વાન ડર ડ્યુસને 6 બોલમાં 1 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 296 રન બનાવ્યા છે. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા ટીમ તરફથી રીઝા હેન્ડ્રીક્સ અને ટોની ડી ઝોર્ઝી ઓપનિંગ કરવા આવ્યા છે. ભારત તરફથી પ્રથમ ઓવરની શરૂઆત મુકેશ કુમારે કરી હતી.
ભારતની ઇનિંગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 296 રન બનાવ્યા છે. જેથી સાઉથ આફ્રિકાને જીત માટે 297 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારતનો ટોપ આર્ડર નિષ્ફળ રહ્યા બાદ સંજુ સેમસેને અને તિલક વર્માએ ઈનિંગને સંભાળી હતી. ભારત તરફથી સૌથી વધુ રન સંજુ સેમસેને 114 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી 108 રન બનાવ્યા હતા. જ્યારે તિલક વર્માએ 77 બોલમાં 5 ફોર અને 1 સિકસની મદદથી 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદારે 16 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 22 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો. કેએલ રાહુલે 21 રન અને સાઈ સુદર્શન 10 રન બનાવીને આઉટ થયા હતા. રિંકુ સિંહ તોફાની ઈનિંગ રમતા 27 બોલમાં 3 ફોર અને 2 સિકસની મદદથી 38 રનબનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો બ્યુરન હેન્ડ્રીક્સે 9 ઓવરમાં 63 રન આપીને 3 વિકેટ ઝડપી છે. નાન્દ્રે બર્ગરે 9 ઓવરમાં 64 રન આપીને 2 સફળતા મેળવી છે. જ્યારે કેશવ મહારાજ, લિઝાદ વિલિયમ્સ અને વિયાન મુલ્ડરને એક- એક સફળતા મળી છે.
સેમસેને સદી ફટકારી
ત્રીજી વનડેમાં મુશ્કેલ સમયમાં બેટિંગ કરવા આવેલા સંજુ સેમસન ટીમ ઈન્ડિયા માટે સંકટ મોચન સાબિત થયો હતો. સેમસને જવાબદારીપૂર્વક ઈનિંગ રમતા 110 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી.
તિલક વર્માં 42મી ઓવરમાં કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે તિલક વર્મા બેટિંગ કરવા ક્રિઝ પર આવ્યો હતો. તેણે મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને વાપસી કરાવી હતી. તિલક વર્મા 77 બોલમાં 5 ફોર અને 1 સિકસની મદદથી 52 રન બનાવીને આઉટ થયો હતો.
203/3 (40 ઓવર)- ટોપ ઓર્ડરમાં ધબડકા બાદ તિલક વર્મા અને સંજુ સેમસેને ભારતીય ટીમને વાપસી કરાવી છે. બંને વચ્ચે 127 બોલમાં 100 રનની પાર્ટનરશિપ થઈ છે. હાલમાં સેમસેને 101 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 86 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે તિલક વર્માએ 73 બોલમાં 48 રન બનાવીને ક્રીઝ પર છે. છેલ્લી 20 ઓવરથી સાઉથ આફ્રિકાના બોલરો વિકેટની શોધમાં છે. પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.
132/3 (30 ઓવર)- ભારતીય ટોપ ઓર્ડરમાં ધબડકો થયા બાદ સંજુ સેમસેને એક તરફથી ઈનિંગની સંભાળી હતી. સેમસેને 71 બોલમાં 4 ફોરની મદદથી 52 રન બનાવીને ક્રિઝ પર છે. તિલક વર્માએ ધીમી બેટિંગ કરતા 42 બોલમાં 14 રન બનાવીને ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાએ 21 થી 30 ઓવરમાં શાનદાર બોલિંગ કરીને માત્ર 30 રન આપ્યા હતા.
102/3 (20 ઓવર)- પાવર પ્લેમાં બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા બાદ કેપ્ટન કેઅલ રાહુલ અને સંજુ સેમસેને ઈનિંગ સંભાળીને 50 રનની પાર્ટનરશિપ કરી હતી. 19 ઓવરમાં કેએલ રાહુલ વિયાન મુલ્ડરનો શિકાર બન્યો હતો, કેએલ રાહુલ 35 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હાલમાં સંજુ સેમસન 46 બોલમાં 38 રન અને તિલક વર્માં 1 રન બનાવીને ક્રિઝ પર છે.
59/2 (10 ઓવર)- પ્રથમ પાવર પ્લેમાં જ ભારતનાં બંને ઓપનર સાઈ સુદર્શન અને રજત પાટીદાર પેવેલિયન પરત ફર્યા હતા. રજત પાટીદારે પોતાની ડેબ્યૂ મેચમાં 16 બોલમાં 22 રનની ઈનિંગ રમી હતી. જ્યારે સાઈ સુદર્શન 16 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં ભારત તરફથી કેપ્ટન કેએલ રાહુલ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો નાન્દ્રે બર્ગર અને બ્યુરન હેન્ડ્રીક્સે 1-1 વિકેટ ઝડપી હતી.
પ્રથમ પાવર પ્લેમાં ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. બ્યુરન હેન્ડ્રીક્સને સાઇ સુદર્શનને પોતાનો શિકાર બનાવ્યો હતો. સુદર્શન 16 બોલમાં 10 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.
સાઉથ આફ્રિકાના નાન્દ્રે બર્ગરે ભારતને પ્રથમ ઝટકો આપ્યો છે. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદાર 16 બોલમાં 22 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયના રજતે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. તેથી ભારત તરફથી સાઈ સુદર્શન અને ભારત તરફથી ODIમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદાર ઓપનિંગ કરવા આવ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી પ્રથમ ઓવરની શરૂઆત નાન્દ્રે બર્ગરે કરી છે.
સાઉથ આફ્રિકએ ટોસ જીત્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચ માટે ટોસ થયો છે. સાઉથ આફ્રિકએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે આજ બે ફેરફાર કર્યા છે. ભારત તરફથી રજત પાટીદારે ડેબ્યૂ કર્યું છે. રજત પાટીદારને ઓપનર ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે. કુલદિપ યાદવની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી છે. જ્યારે સાઉથ આફ્રિકાએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
બંને દેશની પ્લેઈંગ ઇલેવન
ભારત: સાઈ સુદર્શન, સંજુ સેમસન, રજત પાટીદાર, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર અને કેપ્ટન), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર
સાઉથ આફ્રિકા: રીઝા હેન્ડ્રીક્સ, ટોની ડી ઝોર્ઝી, રાસી વાન ડર ડ્યુસેન, એડન માર્કરમ(કેપ્ટન), હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્ગર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રીક્સ
પિચ રિપોર્ટ
સેન્ટ જ્યોર્જ ઓવલની જેમ, બોલેન્ડ પાર્ક બેટ્સમેન અને બોલરોને સમાન સાથ આપે છે. બોલરોને નવા બોલથી પ્રથમ 10 ઓવરમાં ઘણી મદદ મળે છે, કારણ કે બોલ હવામાં ઘણો સ્વિંગ કરે છે. શરૂઆતમાં બેટ્સમેન માટે બોલનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ થોડા સમય પછી એટલે કે 10-15 ઓવર એટલે કે પીચ અને બોલ જૂના થઈ ગયા પછી, બેટ્સમેન માટે આ પીચ પર રમવું સરળ બની જાય છે. આ મેદાનની બાઉન્ડ્રી ઘણી નાની છે અને આઉટફિલ્ડ ખૂબ જ ઝડપી છે, એટલે કે બેટ્સમેન માટે ફોર અને સિક્સ સરળતાથી મારી શકે છે. આ મેદાનનો સરેરાશ ODI સ્કોર 236 રન છે, પરંતુ આ મેચમાં સ્કોર 300 રનની નજીક પહોંચી શકે છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર 353 રન છે, જ્યારે આ મેદાન પર અત્યાર સુધીનો સૌથી સફળ રન ચેઝ 288 રન છે. જો આપણે છેલ્લી 15 મેચોના પર નજર કરીએ તો, આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનાર ટીમે 8 વખત મેચ જીતી છે, અને બીજી બેટિંગ કરનારી ટીમે 6 વખત મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી હતી.
હવામાન કેવું રહેશે?
હાલમાં સીરીઝ 1-1 થી બરાબર છે, એટલે કે ત્રીજી અને અંતિમ વનડે મેચ આ સીરીઝની અંતિમ મેચ છે, જે ટીમ આ મેચ જીતશે તે સીરીઝ પણ જીતશે. આજે અહીંના હવામાનની વાત કરીએ તો આ મેદાન પર મેચ દરમિયાન 36 ડિગ્રીની ગરમી રહેવાની આશા છે. આ મેચ દરમિયાન વરસાદનું એક ટીપું પણ પડવાની કોઈ શક્યતા નથી.


