- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે
- રજત પાટીદારે વન-ડે ઈન્ટરનેશનલમાં કર્યું ડેબ્યૂ
- ઋતુરાજ ગાયકવાડના સ્થાને પાટીદારને મળી તક
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સિરીઝની ત્રીજી મેચમાંથી ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડને બહાર રાખવામાં આવ્યો છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન રજત પાટીદારને તક આપવામાં આવી છે. રજત પાટીદાર આજે ભારતીય ટીમ માટે વન-ડે ઈન્ટરનેશનલ ડેબ્યુ કરી રહ્યો છે. રજત પાટીદારનો વનડે સિરીઝ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, તેને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. બે મેચમાં ફ્લોપ રહેલા ઋતુરાજ ગાયકવાડને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને આ મેચમાં રજત પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રજત પાટીદારનું પ્રદર્શન
રજત પાટીદારે ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. રજત પાટીદારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 52 મેચ રમી છે, જેમાં તેના નામે 3795 રન છે. આ દરમિયાન તેણે 11 સદી અને 22 ફિફ્ટી ફટકારી છે. રજતે લિસ્ટ Aમાં 57 મેચ રમી છે જેમાં તેણે 1963 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 12 ફિફ્ટી ફટકારી છે. તાજેતરમાં જ રજતે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં રજતે 315 રન બનાવ્યા હતા.
રજત પાટીદાર IPLમાં RCB તરફથી રમે છે
IPLએ રજત પાટીદારને એક અલગ ઓળખ આપી છે. રજત પાટીદાર IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. IPLમાં પણ રજતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. રજતે RCB માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. રજત અત્યાર સુધી IPLમાં 12 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 404 રન બનાવ્યા છે. રજતે IPLમાં પણ સદી ફટકારી છે. તેણે IPLમાં પોતાના એક સદી અને બે ફિફ્ટી ફટકારી છે.
ત્રીજી મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર
સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડને બાકાત રાખવામાં આવ્યો છે. આ સિવાય ત્રીજી મેચમાં વોશિંગ્ટન સુંદરને પણ તક મળી છે.


