- ગુજરાતમાંથી એકમાત્ર વૈજ્ઞાનિક પસંદગી પામ્યા
- સાડા ત્રણ માસના સમયગાળાની આ તાલીમ
- સધન સંશોધન કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો
આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્રખાતે ફરજ બજાવતા યુવા સંશોધન વૈજ્ઞાનિક શ્રીમતી ર્ડા. હિતિક્ષા કે. પરમારે ઈન્ટર નેશનલ મકાઈ અને ઘઉં સુધારણા કેન્દ્ર મેક્સિકોખાતે ઘઉં પાકમાં રોગ પ્રતિકારકતા અને જનીનિક વૃધ્ધિ માટે પાક સંવર્ધન અંગેની તાલીમ મેળવી છે. તા. 8/9/2023થી તા. 15/12/2023 સુધી આ દરમિયાન ભારતીય ઘઉં અને જવ સંશોધન સંસ્થા, કર્નાલ મારફતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી, તરફથી તેઓને નોમિનેટ કરાયા હતા. ગુજરાતમાંથી નોમિનેટ થનાર તેઓ એકમાત્ર તાલીમાર્થી હતા. સાડા ત્રણ માસના સમયગાળાની આ તાલીમમાં ઘઉંના પાકમાં મોલેક્યુલર કક્ષાએ નવા ગુણધર્મો દાખલ કરવાની તેમજ ક્ષેત્રિય કક્ષાએ તેની ચકાસણી કરવાની સધન સંશોધન કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં ધાન્ય પાકોમાં ઘઉં એ મુખ્ય પાક હોઈ, રાજ્યમાં અને વિશેષ કરીને મધ્ય ગુજરાતમાં ઘઉંના સંશોધનમાં આ તાલીમ આણંદ કૃષિ યુનિવર્સિટીને વૈજ્ઞાનિકોને ખૂબ જ ઉપયોગી થશે. જેનો લાભ સીધી રીતે ખેડૂત આલમને થશે. આ તાલીમમાં ગ્રીન હાઉસમાં સ્પીડ બ્રિડીંગ અને પ્રાથમિક રીતે પસંદગી પામેલા પૈકી ઈચ્છિત લક્ષણો ધરાવતા દાણાની પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.


