- 31 ડિસેમ્બરે ધ ઝવેરાત જ્વેલર્સનું ઓપનિંગ થશે
- આધુનિક કહી શકાય તેવો જ્વેલરી શોરૂમ
- ‘ધ ઝવેરાત’ આણંદ વિદ્યાનગર રોડ ખાતે ખુલ્લો મુકવાનો છે
આણંદ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રતિષ્ઠિત ઝવેરાત જ્વેલર્સના નિલય સોનીના આર્યા ફર્મ ખાતે પારિવારિક મુલાકાત કરી હતી. આગામી 31 ડિસેમ્બરે સમગ્ર ગુજરાતમાં વિશાળ અને આધુનિક કહી શકાય તેવો જ્વેલરી શોરૂમ ‘ધ ઝવેરાત’ આણંદ વિદ્યાનગર રોડ ખાતે ખુલ્લો મુકવાનો છે. જેના ભાગરૂપે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઝવેરાતના માલિક નિલય સોની અને બિરલ સોની ને વાણિજ્ય ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી પારિવારિક હાલચાલની પૃચ્છા કરી હતી.
ઉપરાંત વિદેશમાં ટેકનોલોજી ક્ષેત્રે સેટ શુભગભાઈ, જ્યમીનભાઈ કેતનભાઈ અને પ્રિતેશ ભાઈ સાથે ચર્ચા કરી હતી, આ પ્રસંગે મહિલા આયોગના લીલાબેન અંકોલિયા, આણંદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ બાપજી, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેશભાઈ પટેલ ધર્મજ, નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પૂર્વપ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સ્વેતલ પટેલ, આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચોધરી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, સહિતનાઓ ઉપસ્થિત
રહ્યા હતા.


