- દેશના GDPને લઈ રિપોર્ટમાં મહત્ત્વનો ઉલ્લેખ
- ચીનને આર્થિક મોરચે ભારત પાછળ છોડી દેશે
- ભારત હાલ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર હાલ જેવો છે તેવો જ યથાવત રહ્યો તો કમાલ થઈ જશે. તાજેતરમાં પ્રકાશિત આર્થિક વિશેષાંક ભારત-2047માં કહેવાયું છે કે વર્ષ 2047 સુધી ભારત તેજીથી વિકાસ કરશે. દેશની અર્થવ્યવસ્થા નવી ઉંચાઈએ પહોંચશે. આ દરમ્યાન શેરબજારથી લઈ મ્યૂચ્યુઅલ ફંડ અને કોર્પોરેટ સુધી તેજી રહેવાના સંકેત છે. જો અર્થવ્યવસ્થાની ગતિ આવી જ રહી તો આગામી કેટલાક દાયકામાં ભારત પોતાના પાડોશી હરિફ ચીનને પણ પછાડીને આગળ નીકળી જશે.
વર્ષ-2047 સુધી ભારત ક્યાં હશે?
ભારત હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ વિશેષ અંકમાં પ્રકાશિત એક લેખમાં જણાવાયું છે કે છેલ્લા 75 વર્ષોમાં ભારતે શું મેળવ્યું અને શું ગુમાવ્યું અને આગામી 25 વર્ષ એટલે કે 2047માં ભારતની આઝાદીને શતાબ્દિમાં ભારત આર્થિક રૂપ શું હશે. આ અભ્યાસના લેખકોએ પોતાના અનુભવથી લખ્યું છે અને આને મહત્ત્વ વિષય પર એક વિશેષાંક તૈયાર કરી દેવામાં આવ્યો છે.
ચીનને પછાડશે ખરું ભારત?
મહત્ત્વનું છે કે ભારત હાલ પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વર્ષ-2027માં આ ચોથા સ્થાને પહોંચવાની આશા છે. આગામી કેટલાક દાયકાઓમાં આ ચીનને પાછળ રાખવાની ત્રેવડ રાખે છે. ભારત ઉભરતું અને વિકસીત બજારમાં યુવા વસ્તીની સાથે એક ઝડપથી પ્રગતિ કરનાર દેશ છે. ખાસ કરી સરકારની સુધઆરની નીતિઓ અને સ્થિર સરકારને લીધે અનેક બદલાવ આર્થિક વ્યવસ્થાને મજબૂત કરી રહ્યા છે.
આ વિશેષાંક સતત 10 વર્ષથી ભારતીય જીડીપી પર પ્રકાશ નાંખતો રહ્યો છે. આનું ઉદઘાટન પણ મોટી કંપનીના એમડી અને સીઈઓ તેમજ અન્યોની હાજરીમાં થયું હતું. આ પ્રસંગે વિશેષાંકની અન્ય બાબતો પર પણ નિષ્ણાતોએ વિગતો આપી હતી.


