- કિમ જોંગે લો કેલરી બિયર લોકો માટે કરી લોન્ચ
- આ બીયરમાં ખાંડ અને કેલરીનું પ્રમાણ ઓછું
- વજન વધતા અટકાવતી બીયરની માંગ વધી
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની વિચિત્ર હરકતનાં કારણે ચર્ચામાં રહે છે. તેઓ થોડા સમય પહેલા દેશની મહિલાઓને વધુમાં વધુ બાળકો પેદા કરવાનું કહી રહ્યા હતા. ત્યારે લોકોને લાગી રહ્યું હતું કે, તેઓ તમામની ખૂબ જ કાળજી રાખે છે. કિમે હાલમાં જ કંઈક એવું કર્યું છે જેનાથી તમને આંચકો લાગશે.જેનાથી એવું લાગે છે કે તે ખરેખર લોક કલ્યાણ માટે કંઈક કરવા માંગે છે. ઉત્તર કોરિયામાં લોકો મેદસ્વી બનવા લાગ્યા છે જેનો સામનો કિમ કરવા માંગે છે.
અહેવાલ અનુસાર, કિમ જોંગે પોતાની લો કેલરી બિયર લોકો માટે લોન્ચ કરી છે. જ્યાં એક તરફ હજારો લોકો ભૂખમરાથી મરી રહ્યા છે. તો બીજી તરફ, સરકાર સંચાલિત બ્રૂઅરી જેઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે બિયર તૈયાર કરી રહી છે. આવા લોકોમાં લાઇટ બીયરની ઘણી માંગ છે. આ જ કારણ છે કે આ લોકોને ધ્યાનમાં રાખીને ઉત્તર કોરિયામાં બિયર લોન્ચ કરવામાં આવી છે.
વજન વધતા અટકાવતી બીયરની માંગ વધી
Taedonggang નામની આ બીયરમાં ખાંડ અને કેલરીનું પ્રમાણ ઓછું છે. તે એવા લોકો માટે ફાયદાકારક કહેવાય છે જેઓ રમતગમતમાં રસ ધરાવે છે અને વજન વધારે છે. આ બિયર 2001માં સ્થપાયેલી બ્રુઅરીમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઉત્તર કોરિયામાં પ્રવાસનું આયોજન કરતી કંપની યંગ પાયોનિયર ટૂર્સના મેનેજર રોવાન બિયર્ડે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયામાં આવી બીયરની જોરદાર માંગ છે જે પુરુષોના વજનને ટાળવામાં મદદ કરી શકે છે.
પુરુષોને દર મહિને બે લિટર બીયર માટે ટોકન મળે છે
ઉત્તર કોરિયામાં પુરુષોને દર મહિને બે લિટર બીયર માટે ટોકન મળે છે. રાજધાની પ્યોંગયાંગમાં હાજર ભઠ્ઠીમાં ઝડપથી બિયર તૈયાર કરવામાં આવી રહી છે જેથી લોકોની માંગ પૂરી કરી શકાય. જે ભઠ્ઠીમાં બિયર તૈયાર કરવામાં આવે છે તેમાંથી બનેલો દારૂ ચીન અને દક્ષિણ કોરિયામાં નિકાસ થઈ ચૂક્યો છે. જો કે હજુ સુધી એ સમજાતું નથી કે ભૂખમરાનો શિકાર બનેલા ઉત્તર કોરિયાના લોકો વજન ઘટાડવા માટે આટલા તલપાપડ કેમ છે.


