- કલોલ તાલુકાના પાનસરમાં નવનિર્મિત તળાવનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
- રામલલાના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા સૌ નાગરિકોને હાકલ કરી
- વિકસીત ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કરવા લોકોને આહવાન કર્યુ હતું
પાનસર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વરદહસ્તે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરાયુ હતું. આ પ્રસંગે તેઓએ સૌના સહિયારા પુરુષાર્થથી વિકસીત ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કરવા લોકોને આહવાન કર્યુ હતું. તેઓએ આ પ્રસંગે કુલ 45 પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હુત કર્યુ હતું.
તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીમાં વિકસીત ભારતના નિર્માણના સંકલ્પની યાદ અપાવતા જણાવ્યુ હતુ કે, વિકસીત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ પહોંચી છે ત્યારે તે પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી યોજનાકિય લાભોથી વંચિત રહે નહી તે માટે સો ટકા લક્ષ્યપુર્તિ સાથે સંતૃપ્ત સ્થિતીનું નિર્માણ કરીએ. તેઓએ દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની બુમિકા મહત્વપુર્ણ ગણાવી હતી.
ઉલ્લેખનીય છેકે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના ચારેય તાલુકાના કુલ 143 ગામમાં પહોંચ્યો છે. જેમાં 80 હજારથી વધુ લોકો જોડાયા છે. યાત્રા દરમિયાન 300 જેટલા લોકોનં ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ છે. સાંઇઠ હજારથી વધુ લોકોનું ટીબી સંદર્ભે સ્ક્રિનિગ સાથે આરોગ્ય સેવા પુરી પડાઇ છે. તેઓએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યુ છે ત્યારે ઉમેર્યુ હતુકે, ભગવાનરામલલ્લા 550 વર્ષ પછી તેમના ઘરે બિરાજમાન થવા જઇ રહ્યા છે. ત્યારે આ ક્ષણે દરેક નાગરિકોને તેઓએ ઘરે અને મંદિરમાં ઝાલર અને શંખનાદથી પુજા અર્ચના કરી આ ક્ષણના સહભાગી બનવા હાંકલ કરી હતી. તેઓેએ ગામના યુવાનોને તળાવની દેખભાળ રાખવા પણ જણાવ્યુ હતું, સાથેસાથે આ તળાવમાં પાણીની વ્યવસ્થા બાદ બોટની પણ સુવિધા પુરી પાડવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.


