- અમદાવાદમાં કોરોનાએ રફતાર પકડી
- USA, કેનેડાથી આવેલા 1- 1 પોઝિટિવ
- અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઇ
દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વેરિયન્ટ JN.1 જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાના સૌથી વધુ 11 કેસ અમદાવાદમાં નોંધાયા છે.
દેશમાં જેમ જેમ શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે તેમ તેમ રોગચાળાએ માથું ઉચક્યું છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ નવા 11 કેસ નોંધાયા છે. જેમાં ખાસ કરીને થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતિ,એસ.પી.સ્ટેડીયમ, વટવા અને જોધપુરમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. આતમામ વિસ્તારોમાંથી 7 પુરૂષ અને 4 મહિલા પોઝિટિવ આવ્યા છે. આ સાથે 6 લોકો જે દુબઈ, કેરાલા, હૈદરાબાદ અને USA, કેનેડાથી આવેલા 1- 1 કોરોના સંક્રમિત થયા છે જે ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા 33 થઇ છે.
આ રાજ્યોમાં નવો વેરિયન્ટ JN.1 સંક્રમણ પહોચ્યું
INSACOGએ સિવાય રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)એ પણ સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે JN.1નું સંક્રમણ દેશના 11 રાજ્યો સુધી પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગની રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ડોક્ટરોએ પણ ચેતવણી આપી
તમને જણાવી દઈએ કે હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કોવિડનું નવું સબવેરિયન્ટ JN.1 છે જેના કેસ વધી રહ્યા છે. પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. આ સલાહ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડોક્ટરોએ આપી છે. ડૉક્ટર નીરજ નિશ્ચલે કહ્યું,દેશના ઘણા રાજ્યોમાં, લોકો COVID-JN.1 ના નવા સબ-વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, તેથી ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે.


