- પુંછ હુમલા બાદ હવે આતંકવાદીઓએ બારામુલ્લામાં એક રિટાયર્ડ ઓફિસરને નિશાન બનાવ્યા છે
- રિટાયર્ડ SSP મોહમ્મદ શફીની ગોળી મારી હત્યા
- રિટાયર્ડ પોલીસ અધિકારીને ગોળી મારી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. પુંછ હુમલા બાદ હવે આતંકવાદીઓએ બારામુલ્લામાં એક રિટાયર્ડ ઓફિસરને નિશાન બનાવ્યા છે. બારામુલ્લાના ગતમૂલામાં આતંકવાદીઓએ મસ્જિદમાં ઘૂસીને એક નિવૃત્ત પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી નાખી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ રિટાયર્ડ એસપી મોહમ્મદ શફી પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ મસ્જિદમાં હતા.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે
છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતો વધી રહી છે. પુંછમાં સેનાના વાહન પર છુપાઇને હુમલો કર્યા બાદ હવે તેઓએ નિવૃત્ત પોલીસ અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું છે કે આતંકવાદીઓએ શેરી બારામુલાના ગંતમુલાના રહેવાસી મોહમ્મદ શફી પર હુમલો કર્યો હતો. નિવૃત્ત એસએસપી પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ મસ્જિદમાં અઝાન અદા કરી રહ્યા હતા. ગોળી વાગવાથી તેમણે જીવ ગુમાવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.


