વેરાવળના દરિયામાં માલ વાહક જહાજ પર હુમલા સહિત દરિયાઇ હુમલાની ત્રણ ઘટનાના ઘેરા પડઘા
ભારતીય નેવીના ત્રણ જહાજ ‘આઈ.એન.એસ.મોર્મુંગો’, ‘આઈ.એન.એસ.કોચી’ અને ‘આઈ.એન.એસ.કોલકતા’ સમુદ્રમાં રાખશે બાજ નજર
વેરાવળથી 3૭૫ કિ.મી. દૂર ભારતના એકસકલુઝીવ ઇકોનોમી ઝોન નજીક ‘કેમ પ્લુટો’ નામના માલ વાહક જહાજ પર ડ્રોન એટેક થતાં ભારત સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. આ ઘટનાને પગલે નૌસેનાના ત્રણ જહાજને અરબી સમુદ્રમાં તૈનાત કરવા રવાના કરી દેવાયા છે. આ હુમલાને ભારતની આર્થિક ગતિવિધિ પર પ્રહાર કરવાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં ભારત સંબંધીત ત્રણ માલ વાહક જહાજોને શિકાર બનાવાયા છે. જેમાં એક ભારતના અરબી સમુદ્રમાં અને બે લાલ સમુદ્રમાં ઘટના બની છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં ભારતને જોતરવા માટે આ આંતરરાષ્ટ્રીય સાજીસ હોવાનું જણાય છે.
ભારતીય નેવીના ત્રણ ત્રણ જહાજ ‘આઈ.એન.એસ.મોર્મુંગો’, ‘આઈ.એન.એસ.કોચી’ અને ‘આઈ.એન.એસ.કોલકતા’ને અરબી સમુદ્ર મા તૈનાત કર્યા છે. જે સામાન્ય જણાતી ઘટના હવે અરબી સમુદ્રમાં ભારતીય નૌસેનાની ભૂમિકા આવનારા દિવસોમા આંતરરાષ્ટ્રીય આંતકવાદમાં સામેલ દેશોને પોતાના સંયમમાં રહેવાની ખુલ્લી ચેતવણી સમાન બની રહેશે. તેમના દ્વારા પડકાર ઝીલવામાં આવશે અને હજુ ભારતીય તેલ વાહક કે માલવાહક જાહજો પર ડ્રોન હુમલા ચાલુ રાખે છે તે દર્શાવી આ યુધ્ધની ભૂમિમા હાલ જે રેડ-સી મિડલ ઇસ્ટ બાદ અરબી સમુદ્ર તરફ પ્રસરે છે કે નહી તે સ્પષ્ટ થશે.
બીજી બાજુ ગત તા.૨૩ ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય આંતકવાદના હુમલાનો ભોગ બનેલ જાપાનમા રજીસ્ટર થયેલા અને આફ્રિકન દેશ લાઈબિરિયાનો ફ્લેગ લગાવી ભારતીય નાવિકો દ્વારા સંચાલિત કેપ ટાઉન જાહજ કે જેને તાત્કાલિક મદદ માટે પહોંચેલ ભારતીય તટ રક્ષક્ દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ)ની બોટ આઈ.સી.જી.એસ. વિક્રમને મુંબઈ બંદરે લાવેલ છે. તેની એફ.એસ.એલ. અને દેશની દરેક સુરક્ષા એજેન્સીઓ તપાસમાં લાગેલ છે.
આ હુમલામાં વાપરાયેલ ડ્રોન ક્યાંથી ઉડયું અને ક્યાં દેશની બનાવટનું છે. તે સ્પષ્ટ થશે અને તેના પરથી આ ઇઝરાઈલ-હમાસ્ યુધ્ધમાં ભારતની આવનારા દિવસો માટેની આંતરરાષ્ટ્રીય ફલકની ભૂમિકા સ્પષ્ટ થશે તેવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.


