- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ
- સાઉથ આફ્રિકાના સેન્ચુરિયન સ્ટેડિયમમાં મેચ
- ભારતે આફ્રિકામાં એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. મેચ લગભગ 31 ઓવર પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા.
ભારતની પ્રથમ ઇનિંગ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટનો આજે બીજો દિવસ છે. આજે વરસાદના કારણે 25 મિનિટ મેચ મોડી શરૂ થઈ છે. ભારત તરફથી કેએલ રાહુલ અને મોહમ્દ સિરાજ ક્રિઝ પર આવ્યા છે. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ ઓવરની શરૂઆત કરી છે.
વરસાદના કારણે મેચમાં વિલંબ
મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ મેચના અડધા કલાક પહેલા વરસાદ શરૂ થયો અને મેદાન પર કવર ઢાંકવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે નિર્ધારિત સમયથી બીજા દિવસની રમત શરૂ કરવામાં વિલંબ થશે.
પ્રથમ દિવસની રમત સમાપ્ત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. મેચ લગભગ 31 ઓવર પહેલા સમાપ્ત થઈ ગઈ હતી. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 70 રન બનાવીને ક્રિઝ પર ઊભો છે. આ સાથે સાઉથ આફ્રિકાના બોલરોએ ખતરનાક પ્રદર્શન કર્યું છે. કગિસો રબાડાને 5, નાન્દ્રે બર્ગરને 2 તથા માર્કો જેન્સનને 1 વિકેટ મળી છે.
ભારતનું ખરાબ પ્રદર્શન
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 05, શુભમન ગિલ 02 અને યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર 24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે ઇનિંગ સંભાળી હતી. આ પછી બંનેએ પ્રથમ સેશનમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી અને સ્કોર 91 સુધી પહોંચાડ્યો હતો. આ પછી બીજા સેશનની પહેલી જ ઓવરમાં ઐયર આઉટ થયો હતો. તેણે 50 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન બનાવ્યા હતા. રબાડાએ અય્યરને બોલ્ડ આઉટ કર્યો હતો. આ પછી રબાડાએ કિંગ કોહલીને પણ આઉટ કર્યો હતો. કોહલીએ 5 ફોરની મદદથી 38 રન બનાવ્યા હતા. બીજા સેશનના અંત સુધીમાં ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન
સાઉથ આફ્રિકા: ડીન એલ્ગર, એડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરેન, માર્કો યાન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કગીસો રબાડા, નાન્દ્રે બર્ગર
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા


