- બુસાન શહેરની મુલાકાત સમયે બની ઘટના
- અજ્ઞાત વ્યક્તિએ ગરદન પર કર્યો હથિયારથી હુમલો
- હુમલો કરનાર વ્યક્તિને સ્થળ પરથી જ પકડી લેવાયો
દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે-મ્યુંગની ગરદન પર ચપ્પાથી હુમલો કરાયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. દ. કોરિયાથી આવી રહેલી માહિતિ અનુસાર લી જે-મ્યુંગ પર મંગળવારે બુસાન શહેરની મુલાકાત સમયે હુમલો કરાયો હતો.
અજ્ઞાત વ્યક્તિએ ગરદન પર કર્યો હથિયારથી હુમલો
જે-મ્યુંગ બુસાનમાં એક એરપોર્ટની મુલાકાતે ગયા ત્યારે પ્રેસ કોન્ફરન્સના સમયે એક અજ્ઞાત વ્યક્તિએ તેમની ગરદન પર ચપ્પાથી હુમલો કર્યો. આ સમયે હુમલાખોરને ત્યાં જ પકડી લેવામાં આવ્યો હતો. તેની ઓળખને લઈને કોઈ ખુલાસો હજુ સુધી થયો નથી. લી જે મ્યુંગ વિપક્ષની સૌથી મોટી ડેમોક્રેટિક પાર્ટીનો ભાગ છે અને તે મંગળવારે બુસાનના ગૈડિયાક દ્વીપ પર થઈ રહેલા નવા એરપોર્ટના નિર્માણના ઉદ્ધાટન માટે અહીં ગયા હતા.
વિપક્ષી નેતા ઈજાગ્રસ્ત સ્થિતિમાં જમીન પર પડ્યા
દક્ષિણ કોરિયાના મીડિયાએ જે ફોટો શેયર કર્યા છે તેમાં લી જે-મ્યુંગને ઈજાગ્રસ્ત સ્થિતિમાં જમીન પર પડેલા જોઈ શકાય છે. આસપાસ ભીડ જોવા મળી રહી છે. ગળા પર એક રૂમાલ લગાવાયો હતો જેની મદદથી લોહીને વહેતું અટકાવવાની કોશિશ કરાઈ હતી.


