- લાહોરમાં મીડિયા સાથે વાત કરતાં ભારત પર લગાવ્યા આરોપ
- પાકિસ્તાનમાં હુમલાઓ કરવા RAW કરે છે બલૂચ વિદ્રોહીઓને ફંડિંગ
- કેટલાય દિવસોથી ગંભીર આંતરિક સંકટનો સામનો કરે છે પાકિસ્તાન
પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી અનવારુલ હક કાકરે બલૂચ વિદ્રોહનું ઠીકરું ભારતના માથે ફોડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા આરોપ લગાવ્યો છે કે બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનમાં હુમલો કરાવ્યા છે જેના માટે ભારતીય જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) દ્વારા ફંડિંગ કરવામાં આવ્યું છે.
લાહોરમાં મીડિયા સાથે વાત કરતાં પીએમ કાકરે કહ્યું હતું કે પાકિસ્તાનમાં લગભગ 90,000 લોકો માર્યા ગયા, તેમ છતાં 9 લોકોને પણ દોષિત ઠેરવવામાં નથી આવ્યા. તેમણે પાકિસ્તાનની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પાકિસ્તાન છેલ્લા કેટલાય દિવસોથી ગંભીર આંતરિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ સ્તરની હિંસા જોવા મળી છે.
બલૂચ વિદ્રોહીઓને ગણાવ્યા આતંકવાદી
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે બલૂચ લિબરેશન આર્મી, બલોચ લિબરેશન ફ્રન્ટ અને બલૂચ રિપબ્લિકન આર્મી જેવા આતંકવાદી સંગઠનો છે, જેઓ પાકિસ્તાન વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે સંગઠનોએ 3,000-5,000 લોકોની હત્યા કરી છે. કાકરે કહ્યું કે આ સંગઠનો સાથે સંકળાયેલા આતંકવાદીઓના સંબંધીઓ પણ હતા જેમણે તેમના સમર્થનમાં વિરોધ કર્યો હતો. “અમે વિરોધ કરવાનો અધિકાર સ્વીકારીએ છીએ પરંતુ અમે બલૂચ પરિવારોના લોકો દ્વારા આતંકવાદના કૃત્યોને સ્વીકારતા નથી,”


