- પોતાના ભાષણમાં મહારાણીએ લોકોને સંબોધિત કરતાં કરી જાહેરાત
- મહારાણી 14 જાન્યુઆરીના રોજ પોતાના દીકરાને સિંહાસન સોંપી દેશે
- ડેનિશ રાજકુટુંબના આધુનિકીકરણ માટે મહારાણીનું યોગદાન મહત્વનું
નવા વર્ષની શરૂઆતની સાથે જ ડેન્માર્કથી મોટા સમાચાર આવ્યા છે. ડેન્માર્કના મહારાણી Queen Margrethe II રવિવારે પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના ભાષણમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું કે તે આ મહિને 14 જાન્યુઆરીના રોજ પોતાનું પદ છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે ડેન્માર્કના મહારાણી Queen Margrethe-II 14 જાન્યુઆરીના રોજ પોતાના દીકરાને સિંહાસન સોંપી દેશે. Queen Margrethe-II એ સિંહાસન પર અડધી સદી પૂર્ણ કરી છે. પોતાના 52 વર્ષના શાસન દરમિયાન તેમણે ડેનિશ રાજકુટુંબના આધુનિકીકરણ માટે જે કઈ કર્યું તેના માટે તેમની ખૂબ પ્રસંશા કરવામાં આવે છે.
31 વર્ષની ઉંમરમાં સિંહાસન પર બેઠા હતા મહારાણી
ડેનમાર્કની રાણી માર્ગ્રેથે II એ રવિવારે જાહેરાત કરી હતી કે તે 52 વર્ષ બાદ પદ છોડવાની અને તેના પુત્ર, ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિકને સિંહાસન સોંપવાની યોજના બનાવી રહ્યા છે. મહારાણી યુરોપમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક તરીકે ઓળખાય છે. તેઓએ પોતાના નવા વર્ષના ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ 14 જાન્યુઆરીના રોજ, પિતા રાજા ફ્રેડરિક IX ના મૃત્યુ બાદ 31 વર્ષની વયે સિંહાસન પર બેસવાની વર્ષગાંઠના રોજ પદ છોડશે.
83 વર્ષીય માર્ગ્રેથે જણાવ્યું હતું કે 2023 ની શરૂઆતમાં પીઠની સર્જરી બાદ તેઓ “ભવિષ્ય અંગે વિચાર કરી રહ્યા” હતા અને તે પણ વિચારી રહ્યા હતા કે તેઓ તેમના પુત્રને તાજની જવાબદારીઓ ક્યારે સોંપે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે હવે યોગ્ય સમય છે. ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને એક નિવેદનમાં તેમને ટ્રિબ્યુટ આપ્યું હતું અને તેમને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “રાજ્ય માટે તેમના આજીવન સમર્પણ અને અથાક પ્રયાસો માટે મહારાણીનો ખૂબ ખૂબ આભાર”


