- ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તન વચ્ચે ટેસ્ટ સિરીઝ
- આ સિરીઝમાં પાકિસ્તાન 0-2થી પાછળ
- ઓસ્ટ્રેલિયા સામે બાબર આઝમ સંપૂર્ણ ફ્લોપ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતની બંને ટેસ્ટ મેચો મોટા માર્જિનથી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ 360 રનથી જીતી હતી, આ સિવાય બીજી મેચ 79 રને જીતી હતી. આ સિરીઝમાં અત્યાર સુધી પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાબર આઝમનું બેટ શાંત છે. આ સિરીઝમાં બાબર એક પણ વખત 50 પ્લસનો સ્કોર બનાવી શક્યો નથી. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર બાબરની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.
બાબર આઝમ સંપૂર્ણ ફ્લોપ
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચની પ્રથમ ઇનિંગમાં બાબર આઝમના આઉટ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે. આ શ્રેણીમાં બાબરનું બેટ સંપૂર્ણ રીતે શાંત રહ્યું છે, આવી સ્થિતિમાં તેણે તેના ચાહકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. જેને લઈને ચાહકો સોશિયલ મીડિયા પર બાબરની મજાક ઉડાવી રહ્યા છે. બાબરને લઈને ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે બાબર આઝમે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 21 રનની ઇનિંગ રમી હતી. આ પછી બીજી ઇનિંગમાં બાબરે માત્ર 14 રન બનાવ્યા છે.
બાબરે ટીમનું ટેન્શન વધાર્યું
સિરીઝની બીજી મેચમાં પણ બાબરનું બેટ શાંત રહ્યું હતું. બાબરે આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 1 રન બનાવ્યો હતો, આ સિવાય બાબર બીજી ઇનિંગમાં 41 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં ચાહકોને આશા હતી કે નિર્ણાયક મેચમાં બાબરના બેટથી મોટો સ્કોર જોવા મળશે, પરંતુ ત્રીજી મેચની પ્રથમ ઈનિંગમાં પણ બાબર માત્ર 26 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં બાબરની બેટિંગે પાકિસ્તાનનું ટેન્શન વધારી દીધું છે. બાબરે આ ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી માત્ર 103 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર હતું, પરંતુ હવે તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ચાહકો કહી રહ્યા છે કે બાબરનું પરફોર્મન્સ નેપાળ અને ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમો સામે જ જોવા મળે છે.


