- જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્કની ભરતી કરાશે
- કુલ 17 કેડર માટે ભરતીની જાહેરાત કરાઈ
- 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે
રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ મોટી સંખ્યામાં ભરતી અંગે જાહેરાત કરી હતી. જેના અંગે આખરે જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જેમાં અલગ અલગ 17 કેડર માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આવતીકાલે બપોરથી ઓનલાઇન ફોર્મ ભરાશે.
લાંબા સમયથી મોટી સંખ્યામાં સરકારી ભરતી માટે ઉમેદવારો દ્વારા રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આખરે એક સાથે 4300 જગ્યા માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 17 કેડર માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક તેની સાથે જ ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવશે.
એટલું જ નહીં આ ભરતી માટેના ફોર્મ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. જેની અંદર તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે લાંબા સમયથી ચર્ચા ભરતી માટેની પરીક્ષાી ફી અંગેના ફેરફારની ચર્ચા થઈ રહી હતી. જેમાં પરીક્ષા ફી માં પણ મંડળે ફેરફાર કર્યો છે અને રૂ. 500 ફી દરેક ઉમેદવારે ભરવાની રહેશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપશે. આ ફી અંગેની સત્તાવાર જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.


