- એક રૂમ પાર્ટનર બંનેને છુટા પાડી નાઇટ પાળીમાં ગયો હતો
- સવારે આવ્યો ત્યારે રહેણાંક રૂમની બહાર એકની લાશ મળી
- હત્યારો રૂમ પાર્ટનર મહારાષ્ટ્રના જલગાવ થી પકડી પાડ્યો
સુરત શહેરના સચિન હોજીવાલા ઇન્ડ. માં ડુંગળી કાપવાના મુદ્દે યુવાનની બોથર્ડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી,રાત્રે જમતી વેળા ડુંગળી કાપવાનું કહેતા ઝઘડો થયો હતો, ત્યારે એક રૂમ પાર્ટનર બંનેને છુટા પાડી નાઇટ પાળીમાં ગયો અને સવારે આવ્યો ત્યારે રહેણાંક રૂમની બહાર એકની લાશ હતી અને હત્યારો રૂમ પાર્ટનર ભાગી છુટ્યો હતો.
સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા રાત્રે ડુંગળી કાપવાના મુદ્દે ઝઘડો થતા બોથર્ડ પદાર્થ અને ઇંટ મોંઢા અને માથાના ભાગે મારી હત્યા કરી રૂમ પાર્ટનર ભાગી જતા સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. બિહારના કૈમુર ભગવા જિલ્લાના દુર્ગાવતીના પિપરી ગામનો રહેવાસી જીઉત કમલા રાજભર ગત ઓગસ્ટ મહિનામાં જ રોજગારી માટે વતનથી સુરત આવ્યો હતો.
હાલમાં સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નં. 23 સ્થિત એલ/2 ખાતા નં. 6 અને 7 ગુરૂદેવ એન્ટરપ્રાઇઝની ઉપર ભાડાની રૂમમાં શ્રવણ રામકરણ રાય અને રાજુ ચૌહાણ સાથે રહેતો હતો. હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીમાં નોકરી કરતો જીઉત સાંજે સાત વાગ્યે ઘરે આવ્યો હતો અને તેનો રૂમ પાર્ટનર એવો સાઢુભાઇ શ્રવણ રાય સાંજે સાડા છ વાગ્યે નાઇટ પાળીમાં ગયો હતો.
જીઉત સાત વાગ્યે ઘરે આવ્યા બાદ જમવાનું બનાવ્યું હતું અને શ્રવણને ફોન કરી જમવા બોલાવ્યો હતો. જે અંતર્ગત જીઉતે રાજુ ચૌહાણને ડુંગળી કાપવાનું કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી શ્રવણે બંનેને છુટા પાડયા બાદ નાઇટ પાળીમાં ચાલ્યો ગયો હતો અને સવારે સાડા પાંચ વાગ્યે મોબાઇલ ચાર્જર લેવા પરત આવ્યો ત્યારે જીઉતની બોથર્ડ પદાર્થ મારી હત્યા થયેલી લાશ રહેણાંક ભાડાની રૂમની આગળ માથા અને મોંઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી.
જયારે રાજુ ચૌહાણ તેના કપડા તથા બેગ લઇને ભાગી ગયો હતો અને ફોન પણ બંધ હતો. જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તુરંત જ સચિન પોલીસ દોડી ગઇ હતી અને રાજુ વિરૂધ્ધ હત્યા નો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસ ને ખબર પડી હતી કે હત્યારો આરોપી ઉત્તર પ્રદેશ ભાગી રહ્યો છે અને ટ્રેન મારફતે ગુજરાત છોડવાની ફિરાકમાં છે. આ ઘટનમાં કાંડા કાપવાના ચક્કરમાં પરિવારો એ રડવાનો વારો આવ્યો છે, મરનારના પરિવાર પર આભ તૂટી પડ્યો છે, જયારે હત્યાર ના ઘરે કમાઉ પુત્ર હત્યારો બની જતા, જેલ જવાનાં કારણોસર માતમ નો માહોલ બની ગયો છે.


