- ટીએમસી નેતા મહુઆ મોઇત્રાનો કેશ ફોર ક્વેરી મામલો
- હવે વધુ સુનાવણી 11 માર્ચે હાથ ધરાશે
- લાંચ લઇ પ્રશ્ન પૂછવા મામલે થયો હતો આક્ષેપ
TMC નેતા મહુઆ મોઇત્રાએ લોકસભાનું સભ્યપદ છીનવવા મામલે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે આ મામલે સુપ્રિમકોર્ટમાં સુનાવણી થઇ હતી.
વધુ સુનાવણી 11 માર્ચે
આ મામલે સુપ્રીમ કોર્ટે લોકસભાના મહાસચિવને આ મામલે બે સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 11 માર્ચે હાથ ધરશે. જો કે, સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે મહુઆ મોઇત્રા હાલમાં લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં.
શું હતો મોઇત્રા પર આરોપ ?
ઉલ્લેખનીય છે કે ગયા મહિને 11 ડિસેમ્બરે TMC નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેશ ફોર ક્વેરી કેસમાં એથિક્સ કમિટીની ભલામણ બાદ મહુઆનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. TMC નેતા પર અદાણી જૂથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર ગૃહમાં પ્રશ્નો પૂછવાના બદલામાં લાંચ લેવાનો આરોપ હતો. આ મામલે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ વકીલ જય અનંત દેહાદરાય દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ મોકલી હતી.


