- પીએમ મોદી હાલ લક્ષ્યદ્રીપના પ્રવાસે
- લક્ષદ્વીપમાં 1150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની આપી ભેટ
- લક્ષ્યદ્વીપ પાસે બે બ્લૂ ફ્લેગ બીચ છે- પીએમ મોદી
પીએમ મોદી હાલ બે દિવસ સાઉથના પ્રવાસે છે. મંગળવારે પીએમ તમિલનાડુમાં હતા જ્યાં તેમણે 19,850 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે તેણે લક્ષદ્વીપમાં 1150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે લક્ષ્યદ્વીપને જી-20 બેઠકને કારણે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી.
મોદીએ ગેરંટી કરી પુરી
PM મોદીએ વધુમાં જણાવ્યું કે મે તમને 2020માં એક ગેરંટી આપી હતી કે એક હજાર દિવસમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટની સેવા તમારી સુધી પહોંચાડીશું. કોચી લક્ષ્યદ્વીપ ઓપ્ટિકલ ફાઇબર પ્રોજેક્ટનું લોકાર્પણ થયુ છે. હવે લક્ષ્યદ્વીપમાં 100 ઘણાની વધુ સ્પીડથી ઇન્ટરનેટ ચાલી શકશે. જેનાથી મેડિકલ, સરકારી, ડિઝિટલ બેન્કીંગ સહિતની અનેક સુવિધાઓ સરળ બનશે.
1150 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લક્ષદ્વીપને 1150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા છે. આ વિકાસ યોજનાઓને લીલી ઝંડી બતાવતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકારનો ઉદ્દેશ્ય દેશના સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. તેમણે કહ્યું કે વિકસિત ભારતની દિશામાં લક્ષદ્વીપ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ઈન્ટરનેટ, વીજળી, પાણી, સ્વાસ્થ્ય અને બાળકો સાથે સંબંધિત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લક્ષદ્વીપમાં આંતરરાષ્ટ્રીય પર્યટન માટે અપાર તકો છે. આનો લાભ લેવો જોઈએ.
લક્ષદ્વીપ દેશના પસંદગીના પ્રવાસન સ્થળોમાંથી એક -પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે દેશવાસીઓને અપીલ કરી છે કે વિશ્વના અન્ય દેશોમાં પર્યટન પર જવાને બદલે લક્ષદ્વીપ દેશના પસંદગીના પ્રવાસન સ્થળોમાંથી એક છે. તેમણે કહ્યું કે સ્વદેશી પર્યટન ઉદ્યોગને વિકસાવવા માટે દેશવાસીઓએ આ સુંદર સ્થળોને તેમનું ગંતવ્ય સ્થાન બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે અહીંના તમામ ટાપુઓનો વિકાસ પ્રવાસનના દૃષ્ટિકોણથી કરવામાં આવી રહ્યો છે.


