- રેસિડેન્ટ તબીબ અને 3 મહિનાના બાળકનું મોત
- બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું
- ન્યુમોનિયાથી પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબનું મોત
સુરતમાં 24 કલાકમાં ન્યૂમોનિયાથી 2ના મોત થયા છે. જેમાં રેસિડેન્ટ તબીબ અને 3 મહિનાના બાળકનું મોત થયુ છે. બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. તેમજ ન્યુમોનિયાથી પ્રથમ વર્ષના રેસિડેન્ટ તબીબનું મોત થતા હોસ્પિટલમાં ચકચાર મચી છે. બન્નેના સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.
રોગચાળાએ માથું ઊંચકતા શહેરીજનોમાં ચિંતા વધી
રોગચાળાએ માથું ઊંચકતા શહેરીજનોમાં ચિંતા વધી છે. સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. કોલેરાનો કેસ નોંધાતા સુરત મનપા દોડતું થયું છે. વરાછાના જગદીશનગરમાં રોગચાળાએ કહેર મચાવ્યો છે. જેમાં પાણીના કોન્ટામિનેશનને પગલે ડાયેરિયાના સંખ્યાબંધ કેસ સામે આવ્યા છે. ત્યારે 7 લોકોને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જગદીશનગર અને આસપાસના વિસ્તારમાં સર્વેલન્સ શરૂ છે. પ્રભાવિત વિસ્તારોમાં પાણીના ટેન્કરોની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
સુરતમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકનું મોત થયુ
સુરતમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકનું મોત થયુ છે. જેમાં બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે. ઉતકર્ષ વિશ્વકર્મા અકલેશ્વરનો રહેવાસી હતો. ઉતકર્ષને એક મહિનાથી ન્યુમોનિયા હતો. અંકલેશ્વર બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું.


