- આ પહેલા ટીમ ઈન્ડિયા ટોપ 3માં પણ નહોતું
- ઐતિહાસિક જીત બાદ હવે ભારતે નંબર 1નું સ્થાન મેળવ્યું
- પાકિસ્તાનની ટીમ 45.8 જીતની ટકાવારી સાથે છઠ્ઠા સ્થાને
ભારતીય ટીમે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ 7 વિકેટે જીતીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન સાયકલમાં પણ મોટો ફાયદો થયો છે. ટીમ ઈન્ડિયા હવે પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આ પહેલા સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ટોપ 3માં પણ નહોતું. સ્લો ઓવર રેટ માટે બે પોઈન્ટ પણ કાપવામાં આવ્યા હતા.
ટેબલ ટોપર બની ટીમ ઈન્ડિયા
કેપટાઉન ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ હવે ભારતે નંબર 1નું સ્થાન મેળવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાના 12 પોઈન્ટ થઈ ગયા છે. તેની જીતની ટકાવારી પણ સર્વશ્રેષ્ઠ બની છે. ભારતીય ટીમે WTCની વર્તમાન આવૃત્તિમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે, જેમાંથી તેણે એકમાં હાર અને બેમાં જીત મેળવી છે. એક મેચ પણ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાના સૌથી વધુ 26 પોઈન્ટ અને સૌથી વધુ જીતની ટકાવારી 54.16 છે.
પાકિસ્તાન ટોપ 5ની બહાર
આ હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમના 12 પોઈન્ટ છે અને તેની જીતની ટકાવારી 50 છે. આ પોઈન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા સ્થાને છે. જ્યારે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને, ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને અને બાંગ્લાદેશ પાંચમા સ્થાને છે. આ ત્રણેય ટીમોની જીતની ટકાવારી 50-50 છે. ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ મેચ હારી ચૂકેલી પાકિસ્તાનની ટીમ 45.8 જીતની ટકાવારી સાથે છઠ્ઠા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ 7મા અને ઈંગ્લેન્ડ 8મા ક્રમે છે. ઉપરાંત, શ્રીલંકાએ હજુ ખાતું ખોલ્યું નથી અને ટીમ છેલ્લા એટલે કે 9મા સ્થાને છે.
હાલમાં સિડનીમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ મેચ બાદ ટેબલમાં ફેરફાર થશે. ટીમ ઈન્ડિયા હાલ ટોપ પોઝીશન પર છે. કેપટાઉનમાં, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટના વિશાળ અંતરથી હરાવ્યું અને શ્રેણી 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ.
કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો
તમને જણાવી દઈએ કે કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવી સીરીઝ 1-1થી બરાબર કરી લીધી હતી. આ જીત સાથે ભારતે ન માત્ર શ્રેણી બચાવી પરંતુ કેપટાઉનમાં 31 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ જીત પણ નોંધાવી. આ ટેસ્ટ મેચ બીજા દિવસે બીજા સેશનમાં માત્ર 107 ઓવર બાદ સમાપ્ત થઈ હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ટૂંકી ટેસ્ટ મેચ પણ હતી.


