- 1008 રામભક્તો સાથે અયોધ્યા જવાનું સપનું
- આપઘાત કરતાં પહેલાં રામ ભક્તે વીડિયો બનાવ્યો
- અડાલજ પોલીસે રામ ભક્તને બચાવી લીધો
અયોધ્યા જવાનું સપનું અધૂરુ
જાણવા મળતી માહિતી મુજબ, અયોધ્યા રામ મંદિર જવા માટે અમદવાદા રાણીપ વિસ્તારમાં રહેતા રામ ભક્તે અયોધ્યા જવાનું કેન્સલ થતાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી 1008 રામભક્તો અયોધ્યા જવાના હતા પરંતુ અયોધ્યા જવાનું સપનું અઘરું રહેતાં આયોજક ટ્રસ્ટીને લાગી આવ્યું હતું. જથી આયોજક ટ્રસ્ટીએ ગાંધીનગર કેનાલમાં પડતું મૂક્યું હતું. અમદાવાદના આયોજક ટ્રસ્ટીએ સોશ્યલ મીડિયામાં આપઘાતનો વિડિઓ ઉતારીને પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે તેવી સોશિયલ મિડીયામાં જાણ કરી હતી. આપઘાતનો વિડિયો જોઈને પોલીસે રામ ભક્તને આપઘાત કરતાં બચાવી લીધા હતા.
વીડિયો બનાવી શેર કર્યો
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતાં અને શ્રી રામ રામ નરેશ મિશ્રાએ 1008 રામભક્તોને પોતાની સાથે અયોધ્યા લઈ જવાનું અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન સફળ થવાની આશા ધૂંધળી બનતાં દુઃખી થયેલા રામભક્તે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો હતો. અયોધ્યા જવાની આશા ગુમાવી બેઠલા રામચરણ મિશ્રાએ દુઃખ અને આઘાતમાં આવીને જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું. જો કે વીડિયો પોલીસ બેડામાં વાયરલ થતાં જ અડાલજ પોલીસની સજાગતાથી આ રામભક્તનો જીવ બચાવી લીધો હતો.
પોલીસે બચાવી લીધો
રાણીપના આયોજક ટ્ર્સ્ટીએ આપઘાતનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે પોલીસના હાથમાં આ વાયરલ વીડિયો આવી ગયો હતો. જેથી પોલીસે આપઘાતના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં દેખાતા લોકેશનને ઓળખવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસે મોબાઈલને ટ્રેસ કરી રામ ભક્તને આપઘાત કરતા બચાવ્યો હતો.


