- મંદિરના પ્રવેશ દ્વારા પર 4 મૂર્તિઓ સ્થાપિત કરાઇ
- ગજ, સિંહ, હનુમાનજી, અને ગરૂડની મૂર્તિ સ્થાપિત કરાઇ
- રાજસ્થાનના ગુલાબી બલુઆ પથ્થરમાંથી મૂર્તિઓ બનાવાઇ
અયોધ્યમાં રામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાનું કામ ઝડપથી આગળ ચાલી રહ્યું છે. જેના માટે દેશના ખૂણે ખૂણે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થવા પહેલાં આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રવેશદ્વાર પર હાથી, સિંહ, તેમજ હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
નોંધનીય છે હાલમાં દેશ દુનિયાની નજર અયોધ્યામાં રામ મંદિર પર રહેલી છે. જેમાં વિવિધ રીતે મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મંદિરને ભવ્ય રીતે સજાવવાનું કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે આજે મંદિરના પ્રવેશ દ્વાર પર વિવિધ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

આ વચ્ચે મંદિરના પ્રવેશદ્વાર પર હાથી, સિંહ, તેમજ હનુમાનજી અને ગરુડજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. ખાસ આ પ્રતિમાઓ રાજસ્થાનના બંસી પહાડપુર ગામની હળવા ગુલાબી રંગના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. જે મંદિરની શોભામાં વધારો કરી રહી છે.



