- અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો કેર
- મંદિર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખાણ લખાયું
- હેટ ક્રાઈમ માનીને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી રજૂઆત કરવામાં આવી
અમેરિકામાં ફરી એકવાર કુખ્યાત ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને ટાર્ગેટ બનાવ્યું હતું. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડમાં આવેલું શેરાવાલી મંદિરને નિશાન બનાવ્યું હતું. અમેરિકામાં 14 દિવસની અંદર આવી બીજી ઘટના સામે આવી છે. કે ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિર પર હુમલા કર્યા હોય. આ ઉપરાંત ખાલિસ્તાનીઓએ મંદિરના બોર્ડ પર ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રોની સાથે વડાપ્રધાન મોદી વિરુદ્ધ પણ અપશબ્દ લખ્યા હતા. હુમલા અંગેની આ જાણકારી અમેરિકામાં હિંદુઓ માટે કામ કરતી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશને આપી છે.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જ એક અઠવાડિયા અગાઉ શિવ-દુર્ગા મંદિર પર હુમલાની ધમકી મળી હતી. જે બાદ હવે શેરાવાલી મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે તે અમેરિકી સુરક્ષાકર્મીઓ, સિવિલ રાઈટ્સ કાર્યકરોની સાથે મંદિરોની આગેવાની કરનારની સાથે સંપર્કમાં છે.
કેલિફોર્નિયામાં અગાઉ પણ આવી ઘટના બની ચુકી
આની પહેલા 22 ડિસેમ્બરે અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને નિશન બનાવ્યું હતું. ત્યારે ખાલિસ્તાનીઓએ નેવાર્કમાં ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાના ફોટા શેર કરતા અમેરિકાની જાણીતી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આવેલા સ્વામિનારાયણ મંદિર સંસ્થાને નિશાન બનાવી હતી.
નેવાર્કની દીવાલો પર સૂત્રો લખ્યા
અમેરિકન હિંદુ ફાઉન્ડેશન નામની સંસ્થાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે તેમ ખાલિસ્તાનીઓ મંદિરની ભીંત પર ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે. આ અંગેની જાણકારી નેવાર્ક પોલીસને તેમજ સિવિલ રાઈટ્સ અધિકારીઓેને પણ આપવામાં આવી છે. સંસ્થાએ એવું પણ કહ્યું કે આ સમગ્ર ઘટનાની તપાસ પોલીસ હેટ ક્રાઈમ હેઠળ કરે.
કેનેડામાં પણ આવી ઘટનાઓ
આવી ઘટનાઓ અમેરિકાની સાથે કેનેડામાં પણ ઘણીવાર બની ચૂકી છે. તાજેતરમાં કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ અડધી રાત્રે સરે શહેરમાં આવેલા મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મેઈન દરવાજા પર ખાલિ,્તાની હરદીપસિંહ નિઝ્ઝરની હત્યાને લઈ જનમત સંગ્રહના પોસ્ટર લગાડ્યા હતા.
ખાલિસ્તાની જનમત સંગ્ર માટે પોસ્ટર
આરોપીઓનું આ સમગ્ર કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું હતું. જેમાં બે લોકો મંદિરમાં આવ્યા અને બંનેનાં મોં ઢાંકેલાં હતા. માથે પાઘડી પહેરેલા શખ્સે મંદિરના મેઈન ગેટ પર ખાલિસ્તાની જનમત સંગ્રહના પોસ્ટર લગાવ્યા હતા. બાદમાં બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


