- ભારત અને અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સિરીઝ
- વિરાટ અને રોહિત અફઘાનિસ્તાન સામે રમતા જોવા મળશે
- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમના વિજય સાથે સમાપ્ત થઈ ગઈ છે. હવે ભારતે અફઘાનિસ્તાન સામે 3 T20 મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ સીરીઝ પહેલા ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે રમતા જોવા મળશે. હવે આ સવાલનો જવાબ આવી ગયો છે. આ સવાલનો જવાબ વિરાટ અને રોહિત શર્માએ પોતે આપ્યો છે. આ સવાલ એટલા માટે પણ ખાસ છે કારણ કે જો આ બંને મહાન ખેલાડી અફઘાનિસ્તાન સામે રમે છે તો તેનો અર્થ એ છે કે બંને T20 વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે.
2023 વર્લ્ડ કપથી ખેલાડીઓ નથી રમી રહ્યા
ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ સફેદ બોલની ક્રિકેટથી અંતર જાળવી રાખ્યું છે. વર્લ્ડ કપ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચોની સીરીઝ રમી હતી, ત્યારબાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ODI અને T20 ક્રિકેટ રમાઈ હતી, પરંતુ વિરાટ અને રોહિતે બંને સીરીઝમાં રમવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં એક સવાલ છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં રમતા જોવા નહીં મળે. વિરાટ અને રોહિતે આ સવાલ પર અપડેટ આપી છે.
રોહિત અને વિરાટ વિશે શું છે અપડેટ?
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને અફઘાનિસ્તાન સામેની T20 સીરીઝમાં રમતા જોવા મળી શકે છે. બંને દિગ્ગજોએ પોતે BCCIને અપડેટ કર્યું છે કે તેઓ અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ દરમિયાન પસંદગી માટે તૈયાર છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત અને વિરાટ કોહલીએ પોતે આ અપડેટ આપ્યું છે. આવી સ્થિતિમાં રોહિત અને વિરાટ અફઘાનિસ્તાન સામે રમતા જોવા મળશે. આ સિવાય બંને દિગ્ગજ T20 વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે. આ બંને ખેલાડીઓ સફેદ બોલનું ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.


