- અયોધ્યામાં યાત્રીઓને નહી પડે કોઇ અગવડતા
- હવે ઇલેક્ટ્રીક કારમાં રહીને ફરી શકશો અયોધ્યા
- હાલમાં 12 ઇલેક્ટ્રીક કાર અયોધ્યામાં આવી પહોંચી
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. અયોધ્યા આવતા દરેક દર્શનાર્થીઓની સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. સાથે જ પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી વાહનો પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. તેવામાં હવે ઇકો ફ્રેન્ડલી ગોલ્ફ કાર બાદ હવે ઇલેક્ટ્રીક કાર અયોધ્યામાં દોડવા લાગી છે.
12 ઇલેક્ટ્રીક કાર અયોધ્યામાં
જી, હા અયોધ્યામાં રામલલ્લા અને હનુમાનગઢીના દર્શન કરાવવા માટે 12 ઇલેક્ટ્રીક કાર અયોધ્યા પહોંચી ગઇ છે. આ કારનું બુકીંગ કરવા માટે એપ શરૂ કરવામાં આવશે. VVIP, VIP સહિત તમામ યાત્રીઓને આ સુવિધાનો લાભ મળશે.આ માટે હાલ 12 કાર પહોંચી છે. તે ઇલેક્ટ્રીક કાર હોવાથી પ્રદૂષણની પણ સમસ્યા નહી રહે.
22 જાન્યુઆરીએ બીજી આવશે કાર
આ અંગે ઇલેક્ટ્રીક કાર સુપરવાઇઝરે વધુ માહિતી આપતા જણાવ્યું કે જણાવ્યું કે અયોધ્યામાં આવનાર દરેક માટે આ સુવિધા 30 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જો કે કાર બુક કરવા માટે ટૂંક સમયમાં એપ પણ બની જશે. અયોધ્યામાં દરેક બાયપાસ રોડ કે દરેક સ્થળેથી તમને આ કારની સેવા મળી રહેશે. વધુમાં જણાવ્યું કે સૂર્ય કૂંડ, સરયુ નદી સહિત તમામ દર્શન સ્થાનો પર યાત્રીઓને ફેરવવામાં આવશે. સાથે જ કહ્યું કે હજી 22 જાન્યુઆરીએ બીજી ઇલેક્ટ્રોનિક કાર આવશે. જે વીવીઆઇપી માટે , વીઆઇપી સહિત તમામ તેનો લાભ લઇ શકશે.
કેટલું હશે ઇલેક્ટ્રીક કારનું ભાડું
- 10 કિલોમીટરના 250 રૂપિયા
- 20 કિલોમીટરના 400 રૂપિયા
કલાક પ્રમાણે બુક કરીએ તો
- 6 કલાકના 1500 રૂપિયા
- 8 કલાકના 2000 રૂપિયા
- 12 કલાકના 6000 રૂપિયા


