- બાંગ્લાદેશમાં આજે મતદાનને લઈ સઘન સુરક્ષા
- પીએમ શેખ હસીનાએ વોટ આપતા પહેલા ભારતની કરી પ્રશંસા
- હિંસાની આશંકાએ બાંગ્લાદેશમાં પોલીસ, આર્મી તૈનાત
બાંગ્લાદેશમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે. વિપક્ષના તમામ સભ્યોએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા કેટલીક હિંસક ઘટનાઓ બની હતી. જો કે આજે મતદાનના દિવસે પણ હિંસાની આશંકા છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ મતદાન કર્યું હતું. વોટિંગ પહેલા શેખ હસીનાએ ભારતના વખાણ કર્યા હતા. અમે ભાગ્યશાળી છીએ કે ભારત અમારો પાડોશી દેશ છે. બાંગ્લાદેશમાં લોકતંત્ર યથાવત રહેશે. લિબ્રેશન વોર દરમિયાન ભારતે અમારું સમર્થ કર્યું હતું. જ્યારે અમારું પરિવાર સમાપ્ત થઈ ગયું હતું ત્યારે ભારતે અમને શરણ આપી હતી. જેથી ભારતના લોકોને અમારી શુભકામના છે.
પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાએ મુખ્ય વિપક્ષના સભ્ય બીએનપીએ આ ચૂંટણીનો બોયકોટ કર્યો છે. જેથી પીએમ શેખ હસીના સતત ચોથીવાર જીતે તેવી પ્રબળ સંભાવના છે. ખાલિદા ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત થયા બાદ ઘરમાં નજરકેદ છે. મતદાન સવારે આઠથી શરૂ થઈ ગયું છે. જે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણીનું પરિણામ આઠ જાન્યુઆરીએ સવારે જાહેર થશે.
બાંગ્લાદેશના 10 જિલ્લામાં 17 મતદાન કેન્દ્ર આગની ઝપટમાં
ચૂંટણી પહેલાં બાંગ્લાદેશમાં મોટાપાયે હિંસા થઈ હતી. શનિવારે પરોઢિયે 10 જિલ્લાના 17 મતદાન કેન્દ્રોમાં આગચંપી કરવામાં આવી હતી. પોલીસને પણ તંગેલ, શરિયતપુર, ગાઝીપુર, બરગુના જિલ્લાના મતદાન કેન્દ્રો પર આગ લાગવાની સૂચના મળી હતી.
શુક્રવારે મોડી રાત્રે ઢાકા પાસે એક એક્સપ્રેસ ટ્રેનમાં આગચંપીને લીધે પાંચ લોકોનાં મોત થયા હતા જ્યારે 12થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની યુનોની નિરીક્ષણમાં તપાસ કરવાની બીએનપીએ માંગ કરી હતી. આ સિવાય એક વ્યકિતની લાશ મળી આવતા ટોળાએ મતદાન કેન્દ્રો, ચૂંટણી શિબિરોમાં આગ લગાવી હતી.
બાંગ્લાદેશના 12 કરોડ લોકો કરશે નિર્ણય
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં 3000 ચૂંટણી મતદાન કેન્દ્રો તૈયાર છે. ચૂંટણી પંચ અનુસાર 42,000 થી વધુ કેન્દ્રો પર આજે યોજાનારા મતદાનમાં કુલ 11.96 કરોડ મતદાતા મત અધિકારનો ઉપયોગ કરો.


