- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે
- અમિત શાહ અનેક વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપશે
- વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. એક દિવસીય મુલાકાત દરમિયાન, અમિત શાહ અનેક વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે અને શહેરમાં ઈ-બસ સેવાને ફ્લેગ ઓફ કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના સર્વાંગી વિકાસ માટે સમીક્ષા બેઠક યોજશે. ગૃહમંત્રી ત્યાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે. ઉપરાંત, ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરમાં ઈ-બસ સેવાને લીલી ઝંડી આપશે. તેમજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના યુવાનોને નિમણૂક પત્રો પણ વિતરણ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી મંગળવારે જમ્મુની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ઘણા વિકાસ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે અને શહેરમાં ઈ-બસ સેવાને ફ્લેગ ઓફ કરશે. 21 ડિસેમ્બરના રોજ પૂંચમાં આતંકવાદીઓએ બે સૈન્ય વાહનો પર હુમલો કર્યો, જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા પછી શાહની જમ્મુ અને કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે.
શાહ 9 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે
- જમ્મુ-કાશ્મીરમાં વિવાધ કાર્યક્રમોમાં અમિત શાહ આપશે હાજરી
- જમ્મુ-કાશ્મીરના વ્યાપક વિકાસ અંગે સમીક્ષા બેઠક થશે
- તાજેતરમાં થયેલી આતંકવાદી પ્રવૃતિને ડામવા પર થશે ચર્ચા
- ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરશે
- ઈ-બસ સેવાને ફ્લેગ ઓફ કરશે અમિત શાહ
- વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
અમિત શાહે 2 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના ટોચના અધિકારીઓ સાથે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. તે બેઠકમાં શાહે અધિકારીઓને આતંકવાદ વિરોધી કામગીરીને વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.


