- પંજાબ પ્રાંતમાં ISI ભવન પર હુમલો કરવામાં કથિત સંડોવણીનો આરોપ
- આતંકવાદ વિરોધી કોર્ટે 100 PTI પાર્ટીના કાર્યકર્તાઓને વોન્ટેડ જાહેર કર્યા
- મે મહિનાથી તમામ કાર્યકરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે
પાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી કોર્ટે સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન પંજાબ પ્રાંતમાં ISI ભવન પર હુમલો કરવામાં કથિત સંડોવણીને લઈને શુક્રવારે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના 100 થી વધુ કાર્યકરો માટે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે.
વાસ્તવમાં, 9મી મેના રોજ ભ્રષ્ટાચારના એક કથિત કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી અર્ધલશ્કરી રેન્જર્સ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનની ધરપકડ બાદ હિંસક વિરોધ શરૂ થયો હતો. તેમની પાર્ટીના કાર્યકરોએ ફૈસલાબાદમાં જિન્નાહ હાઉસ (લાહોર કોર કમાન્ડર હાઉસ), મિયાંવાલી એર બેઝ અને ISI ભવન સહિત 12 જેટલી લશ્કરી સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત, રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર (GHQ) પર પણ પ્રથમ વાર ટોળાએ હુમલો કર્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે 9 મે 2023 ના રોજ રમખાણો દરમિયાન લાહોરથી લગભગ 130 કિમી દૂર ફૈસલાબાદ શહેરમાં ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) કાર્યાલયો પરના હુમલામાં કથિત રીતે સામેલ 100 થી વધુ PTI નેતાઓ અને કાર્યકરોના ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે જે PTI નેતાઓના ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા છે તેમ ફૈસલાબાદ જિલ્લા માંથી આગામી મહિને થનાર સામાન્ય ચૂંટણીમાં લડનાર PTI નેતા પણ સામેલ છે. PTIના વોન્ટેડ લોકો કથિત રીતે મે મહિનાથી ભાગેડુ છે.
પાકિસ્તાની સેના પહેલેથી જ પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ બાદ 9 મેના રોજ દેશભરમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ દરમિયાન, ફૈસલાબાદમાં ISI બિલ્ડિંગ સહિત લશ્કરી સ્થાપનો પરના હુમલામાં સામેલ 102 શકમંદો પર કાર્યવાહી કરી રહી છે.


