- બાંગ્લાદેશમાં આજે સામાન્ય મતદાન શરૂ
- શેખ હસીનાએ ભારત અને પીએમ મોદીના કર્યા વખાણ
- કહ્યું અમે ભાગ્યશાળી છીએ કે ભારત અમારો મિત્ર છે
બાંગ્લાદેશમાં આજે ચૂંટણી થઈ રહી છે ત્યારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ એક પત્રકાર સાથે વાતચીત દરમિયાન ભારતને શુભકામનો પાઠવી હતી. અને ભારતના વખાણ કર્યા હતા.
ભારત વિશ્વાસુ મિત્ર- શેખ હસીના
ભારતને પોતાના સંદેશમાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું, ”અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ…ભારત અમારો વિશ્વાસુ મિત્ર છે. અમારા મુક્તિ યુદ્ધ દરમિયાન, તેઓએ અમને ટેકો આપ્યો…1975 પછી, જ્યારે અમે અમારું આખું કુટુંબ ગુમાવ્યું…તેઓએ અમને આશ્રય આપ્યો. તેથી ભારતના લોકોને અમારી શુભકામનાઓ. સાથે જ પીએમ હસીનાએ 1975માં તેમના પરિવારના નરસંહારની ભયાનકતા વર્ણવી હતી, જેમાં તેમનો આખો પરિવાર માર્યો ગયો હતો અને તે વર્ષો સુધી ભારતમાં નિર્વાસિત રહ્યા હતા. બાદમાં તે બાંગ્લાદેશ પરત ફર્યા અને અવામી લીગની કમાન સંભાળી હતી.
લોકશાહી ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા માંગુ છું- શેખ હસીના
ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓમાં પોતાનો મત આપ્યા પછી, હસીનાએ રવિવારે દેશના વિકાસ માટે લોકશાહીના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે પાછલા વર્ષોમાં તેમની સરકારે લોકોના લોકતાંત્રિક અધિકારોની સ્થાપના કરી છે. “આપણો દેશ સાર્વભૌમ અને સ્વતંત્ર છે… અમારી પાસે મોટી વસ્તી છે. અમે લોકોના લોકશાહી અધિકારો સ્થાપિત કર્યા છે… હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે આ દેશમાં લોકશાહી ચાલુ રહે અને લોકશાહી વિના તમે કોઈ વિકાસ કરી શકતા નથી. અમે 2009 થી 2023 સુધીની લાંબા ગાળાની લોકશાહી પ્રણાલી છીએ.
8 જાન્યુઆરીએ ચૂંટણી પરિણામ
મહત્વનું છે કે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે આજથી મતદાન શરૂ થયું હતું. દેશના વડા પ્રધાન શેખ હસીના તેમના અવામી લીગના નેતૃત્વવાળા ગઠબંધન માટે ચોથી કાર્યકાળ પૂર્ણ કર્યા પછી પાંચમી ટર્મ માટે તૈયાર છે.


