- ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં શખ્સો ઘૂસી જઈ ઘટનાને આપ્યો અંજામ
- પત્રકારો અને અન્ય સ્ટાફને ડરાવી ધમકાવી બંધક બનાવ્યા
- મીડિયા જગતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા
સાઉથ અમેરિકાના દેશ એવા ઈક્વાડોરમાં કાળજુ કંપી જાય તેવો સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં કેટલાક બંદૂકધારીઓ એક ટીવી સ્ટૂડિયોમાં ઘૂસી જઈ ત્યાં હાજર લોકોને ડરાવી ધમકાવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કેટલાક માસ્ક પહેરેલા બંદૂકધારી નજરે પડી રહ્યા છે. એક શખ્સ હાથ જોડી તેમને કંઈક કહેતો નજરે પડી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ સ્ટુડુયો ઈક્વાડોરના ડ્રગ્સ હિંસાગ્રસ્ત બંદર ગુઆયાકિલ શહેરમાં આવેલો છે. જ્યાં કેટલાક પત્રકારો અને કર્મચારીઓએને બંધક બનાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે.
ઈકવાડોરમાં કટોકટી બાદ સ્થિતિ વણસી
સૂત્રો અનુસાર ઈક્વાડોર દેશમાં એક શક્તિશાળી ગેંગ લીડરે જેલથી પલાયન થયા બાદ સરકારે દેશમાં કટોકટી લાદી છે. સરકાર તરફથી ઈમરજન્સી લાગુ કર્યા પછી દેશમાં હુમલાઓની સતત ઘટનાથી સંઘર્ષ કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે એક ખતરનાક ડ્રગ માફિયા જોસ એડોલ્ફ મેકિયાસ અત્યંત સુરક્ષિત જેલથી ભાગી જતા દેશમાં સ્થિતિ વણસી જવા પામી છે.
બંદૂકધારીઓનો વીડિયો
ન્યૂઝ ચેનલના સ્ટુડિયામાં ઘૂસી ગયેલા બંદૂકધારી શખ્સોનાં મોં પર નકાબ હોવાથી તેઓને ઓળખવા મુશ્કેલ હતા. જેથી અંદર રહેલા લોકો ચિસો પાડવા લાગ્યા હતા. બૅકગ્રાઉન્ડમાં ગોળીઓનો અવાજ પણ આવતા હોવાનો ત્યાં રહેલા સાક્ષીએ બાદમાં પોલીસને નિવેદન નોંધાવ્યું હતું.
સિગ્નલ કપાઈ જતા પહેલા ચેનલે આશરે 15 મિનિટ સુધી લાઈવ પ્રસારણ કર્યું હતું. જ્યારે પ્રસારણ ચાલુ હતું હતું ત્યારે એ લોકો કેમેરા પર જોઈ શકાતા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓ ધરતી પર સઈ રહ્યા હતા અને અને જોરજોરથી ચિસો પાડીને કહી રહ્યા હતા ગોળી ન મારશો.
આ અગાઉ મંગળવારે નવા રાષ્ટ્રપતિ ડૅનિયલ નોબો તરફથી જાહેર 60 દિવસની કટોકટી અને રાત્રી દરમિયાન કર્ફયૂના જવાબમાં ગેંગસ્ટરે પોલીસ અધિકારીઓનું પણ અપહરણ કર્યું અને ઘણાં શહેરોમાં વિસ્ફોટ પણ કર્યા. 36 વર્ષીય નોબાઓને ઈક્વાડોરમાં મોટાપાયે નશીલી દવાઓ સંબંધિત ગુના અને હિંસાથી લડવાના શપથ અપાતા ગત ઑક્ટોબરમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમયે આને શાંતિનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ હવે આ અમેરિકા અને યુરોપમાં થતા કોકેઈન વેપાર પર એક મહત્ત્વપૂર્ણ પડાવ છે.


