By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મહારાષ્ટ્રમાં બેઠકોની સમજૂતિ થઈ ગયાનો દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

મહારાષ્ટ્રમાં બેઠકોની સમજૂતિ થઈ ગયાનો દાવો

agragujaratnews
Last updated: 2024/01/10 at 8:52 PM
2 years ago
Share
મહારાષ્ટ્રમાં બેઠકોની સમજૂતિ થઈ ગયાનો દાવો
SHARE

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીના ત્રણેય પક્ષો વચ્ચે લોકસભાની 48 બેઠકો માટે સમજૂતિ થઈ ગયાના દાવા પછી સવાલ એ થવાનો કે આ રીતે છૂટક સમજૂતિઓ થશે કે ગઠબંધનની કોઈ એક ફોર્મ્યુલા બનશે?

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવ સેના વચ્ચે રાજ્ય સરકારની રચના માટે મહા વિકાસ અઘાડીની રચના થઈ હતી, પણ સરકાર હાથમાંથી જ જતી રહી. પવાર અને ઠાકરેની પાર્ટીઓને ભાજપે તોડી નાખી, પરંતુ અઘાડી હજી અકબંધ રહી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે અને ઉત્તર પ્રદેશ પછીનું સૌથી અગત્યનું રાજ્ય સાબિત થવાનું છે. એટલે જ મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક મળી ત્યારે જ બેઠકોની સમજૂતિ વિશે કોઈ નિર્ણય લઈ લેવાશે એવી વાતો થઈ હતી. તે વાતને મહિનાઓ થઈ ગયા પછી હવે છેક બેઠકોની સમજૂતિ માટે બેઠકો થઈ રહી છે. પણ બેઠકો થઈ રહી છે છૂટક. શિવ સેનાના નેતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું કે જુઓ હું બેઠકમાંથી હસતો હસતો આવ્યો છું એટલે તમે સમજી જાવ કે કેવી રહી હશે બેઠક. અમે સાથે જ છીએ અને એક જ રહેવાના છીએ. અમે દરેકેદરેક બેઠક વિશે ચર્ચાઓ કરી લીધી એમ તેમનું કહેવાનું હતું.

ત્રણેય પક્ષો વચ્ચે ત્રણેક કલાકની બેઠક પછી બેઠકોની સમજૂતિનો દાવો આ રીતે કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલાએ જણાવ્યું કે આ રાજ્યમાંથી સૌ પ્રથમ બેઠકોની સમજૂતિ જાહેર કરાશે. શિવસેનામાં ભલે વિભાજન થયું, પણ લોકો ઉદ્ધવ જૂથની સાથે છે અને એવું જ એનસીપીની બાબબતમાં છે એટલે અમે સાથે મળીને ચૂંટણી લડીશું.

આ બાજુ ઉત્તર પ્રદેશમાં બેઠકોની વહેંચણી માટે બેઠક મળી હતી અને ત્યારબાદ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે દાવો કર્યો કે યોગ્ય દિશામાં તેઓ આગળ વધી રહ્યા છે. અમે સારી રીતે વાતચીત કરી શક્યા છીએ.

સવાલ માત્ર વાતચીત કરી લેવાનો કે બેઠકો કરી લેવાનો નથી. કેમ કે આમ આદમી પાર્ટી સાથે પણ બે દિવસ પહેલાં આ જ રીતે વાતચીત થઈ ગઈ. તે પછી પણ એ વાત આવી કે બંને પક્ષો સમજૂતિ માટે માની ગયા છે અને દિલ્હીની સાત બેઠકોની વહેંચણીમાં લગભગ સહમતી પણ થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે આપના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા અને જેલમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાને જઈને મળ્યા  હતા. ચૈતર વસાવા ભરૂચની લોકસભાથી ચૂંટણી લડશે તેની જાહેરાત પણ થઈ ગઈ. આ શક્યતા લાંબા સમયથી વ્યક્ત થતી રહેતી, પરંતુ ગુજરાત માટે બેઠકોની સમજૂતિ પહેલાં જ એક રીતે બેઠકો જાણે વહેંચાઈ ગઈ.

બંને પક્ષો વચ્ચે વાતચીત થયા બાદ આપના નેતાઓએ કહ્યું હતું કે દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવા માટે બેઠકોની સમજૂતિની વાટાઘાટો થશે. અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે પંજાબમાં સમજૂતિને બદલે ફ્રેન્ડલી ફાઇટ કરી લેવી, કેમ કે બંને સાથે થઈ જાય તો એક બીજાના વિરોધી મતો ઉલટાના અકાલી અને ભાજપ તરફ જતા રહે.

આ બધા જો અને તો નવા નથી અને છેલ્લા કેટલાય મહિનાઓથી તે વ્યક્ત થતા રહ્યા છે ત્યારે આ રીતે છૂટક બેઠકોની સમજૂતિ થવા લાગી છે શું તે ફોર્મુલા પર જ ઈન્ડિયા ગઠબંધન આગળ વધશે. આ રીતે ચર્ચાઓ થઈ રહી છે તેનો એક અર્થ એ થાય છે કે દરેક રાજ્યમાં કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સાથે કેવી રીતે બેઠકોની સમજૂતિ કરે છે તે જ અગત્યનું સાબિત થવાનું છે. વાસ્તવિકતા પણ એ જ છે કે સમજૂતિની જરૂર કોંગ્રેસ અને મોટા ભાગે પ્રાદેશિક રાજકીય પક્ષો વચ્ચે છે. બે મજબૂત પ્રાદેશિક પક્ષો કોઈ રાજ્યમાં સામસામે હોય તેવું નથી. શિવસેના અને એનસીપી ગુજરાત, યુપી, ગોવા જેવા રાજ્યોમાં ચૂંટણીઓ લડતી રહી છે, પણ તે રાજ્યોની વાત હાલ પૂરતી વિસારે પાડી દેવાય હોય તેમ લાગે છે.

આમ છતાં લોકસભાની ચૂંટણી માટે એક રાષ્ટ્રવ્પાયી ઈન્ડિયા ગઠબંધન બનાવવાનું હોય અને ગઠબંધનના નામમાં જ ઈન્ડિયા હોય ત્યારે સમગ્ર રીતે ભારતમાં જુદા જુદા પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થવા ઉપરાંત સમાન લઘુતમ કાર્યક્રમ અને મુદ્દાઓ પણ નક્કી થશે એ અપેક્ષિત છે. તેના માટે જરૂરી છે કે ઈન્ડિયા ગઠબંધન માટે પ્રમુખ અને કન્વિનર અને ચૂંટણી ઢંઢેરા સમિતિ અને પ્રચાર સમિતિ જેવું થોડું નક્કર માળખું બને. નિતિશ કુમારને કન્વિનર બનાવવા માટે કોંગ્રેસ તૈયાર હોવાની વાતો ચાલી છે, પણ તેની સત્તાવાર જાહેરાત બાકી છે. બેઠકોની ચર્ચાઓ પણ થવા લાગી છે અને મહારાષ્ટ્રમાં તો દાવો પણ થઈ ગયો કે સમજૂતિ થઈ ગઈ છે પરંતુ સત્તાવાર જાહેરાત બાકી છે.  આખરે સત્તાવાર રીતે જાહેરાત જ અગત્યની સાબિત થવાની છે ત્યારે સત્તાવાર રીતે ક્યારે જાહેરાતો થશે? રાહ જુઓ. સત્તાવાર રીતે જાહેરાતો થાય તે પછી જ કંઈ સત્તાવાર રીતે આપણે પણ કહી શકીએ…

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 2 days ago
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?