- 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ
- કાર્યક્રમ બાદ વિશ્વભરમાંથી કરોડો રામ ભક્તો અયોધ્યા આવશે
- રામ ભક્તો માટે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર કરાયો
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે.22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદ વિશ્વભરમાંથી કરોડો રામ ભક્તો અયોધ્યા આવવાના છે.જેને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇ અયોધ્યા ઝગમગી ઉઠી
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ છેલ્લા પાયા પર આવી ગઇ છે. મંદિરનું કામ પૂર્ણ કરવા માટે કાર્યકરો રાત-દિવસ કામ કરી રહ્યા છે. 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇ સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પીએમ મોદી સહિત દેશના તમામ મોટા રાજકીય, ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીના ચહેરાઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા આવવાના છે.પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ બાદ વિશ્વભરમાંથી કરોડો રામ ભક્તો અયોધ્યા આવશે. રામ ભક્તોને મુશ્કેલી ન સર્જાય તે માટે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.અયોધ્યાના એરપોર્ટ સુરક્ષાની જવાબદારી CISF ને આપવામાં આવી છે.
અયોધ્યા એરપોર્ટની સુરક્ષા CISF સંભાળશે
30 ડિસેમ્બરના રોજ પીએમ મોદીએ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.એરપોર્ટનું નામ ‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ’રાખવામા આવ્યું છે. મળતી માહિતી અનુસાર એરપોર્ટની સુરક્ષાની કમાન કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFને આપવામાં આવી છે.એરપોર્ટની સુરક્ષા માટે લગભગ 250 સૈનિકો અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. CISF એ ભારતમાં ગૃહ મંત્રાલય હેઠળની એક સંઘીય પોલીસ સંસ્થા છે.CISF ભારતમાં સ્થિત 356 થી વધુ ઔદ્યોગિક એકમો, સરકારી માળખાકીય પ્રોજેક્ટ્સ અને સુવિધા સંસ્થાઓને સુરક્ષા પૂરી પાડે છે.


