- પીડીપી નેતા શેરિંગ ટોબગે બીજીવાર વડાપ્રધાન બનશે
- શેરિંગ ટોબગેની પાર્ટીને ભુટાનમાં મળ્યો બહુમત
- વર્ષ-2018 પછી ફરીથી પીએમ બનશે શેરિંગ ટોબગો
ભારતના પાડોશી દેશ એવા ભુટાનમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ સંસદીય ચૂંટણી જીતી લીધી છે. પીડીપીના ખાતામાં સૌથી વધુ બેઠકો આવવાથી નવી સરકાર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પીડીપી, પૂર્વ વડાપ્રધાન શેરિંગ ટોબગેની પાર્ટી છે. જેને ભારત સમર્થક વલણ માટે ઓળખવામાં આવે છે. ભુટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસે જણાવ્યું કે પીડીપીએ 47 નેશનલ એસેમ્બલી સીટમાં 30 બેઠકો જીતી છે. ભુટાન ટેંડ્રેલ પાર્ટીને 17 સીટ મળી હતી. પીડીપીની જીત બાદ શેરિંગ ટોબગે બીજીવાર વડાપ્રધાન બનશે.
ભુટાનમાં ચૂંટણીમાં આશરે 50 લાખ મતદાતાઓએ ભુટાન ટેંડ્રેલ પાર્ટી અને પીડીપીના 94 ઉમેદવારોમાંથી પોતાના સંસદ સભ્યોની પસંદગી કરી હતી. પીડીપી અને બીટીપી સિવાય બાકી ત્રણ અન્ય પક્ષોનો ચૂંટણીમાં સફાયો થઈ ગયો છે. જેમાં સત્તાધારી ડાબેરી પણ સામેલ હતા. વર્ષ-2008માં ભુટાનમાં પારંપરિક રાજાશાહી સમાપ્ત થયા પછી સંસદીય વ્યવસ્થા આવ્યા પછી દેશમાં આ ચોથી જનરલ ચૂંટણી છે.
વર્ષ-2013માં ભુટાનમાં શેરિંગ ટોબગે પ્રથમવાર પીએમ બન્યા હતા
58 વર્ષીય ટોબગેએ બીજીવાર વડાપ્રધાન બન્યાની આશા છે. તેઓ ભુટાનની પ્રથમ સંસદમાં વિપક્ષના નેતા હતા. જ્યારે વર્ષ-2008માં સંસદીય વ્યવસ્થાની સ્થાપના થઈ હતી. બાદમાં તેમને વર્ષ-2013થી 2018 સુધી ભુટાનના વડાપ્રધાન તરીકે કામ કર્યું છે. 2018માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. ટોબગેએ પિટસબર્ગ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ અને હાર્વર્ડથી જાહેર વહીવટ અને ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી. રાજકારણમાં આવ્યા પહેલા તેઓ સિવિલ સર્વન્ટ તરીકે પણ કામ કર્યું છે.
બે તૃતિયાંશ બેઠકોની સાથે જનરલ ચૂંટણી જીતી ચૂકેલા શેરિંગ ટોબગેનો ઝુકાવ ભારત તરફ રહ્યો છે. તેમને ભારત સમર્થક નેતા માનવામાં આવે છે. ચૂંટણી જીત્યા બાદ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટ મુજબ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું ભુટાનમાં સંસદીય ચૂંટણી જીત્યા બાદ મારા દોસ્ત શેરિંગ ટોબગે અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને શુભકામના, મૈત્રી અને સહયોગનો અમારો અનોખા સંબંધોને વધુ મજબૂત કરવા ફરીથી મળીને કામ કરવા ઉત્સુક છું.


