- આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભૂકંપના આંચકા
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ X પર જણાવ્યું
- આંદામાન ટાપુઓમાં 572 ટાપુઓ
આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે 7:53 વાગ્યે (IST) રિક્ટર સ્કેલ ઉપર 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1
કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર સવારે 7.53 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.
NCS એ X પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે,
“10 જાન્યુઆરીએ સવારે 7.53 વાગ્યે આંદામાન ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ હતું.
નવેમ્બરમાં પણ આંદામાન નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આંદામાન ટાપુઓમાં 572 ટાપુઓ છે, જેમાંથી 38 ટાપુઓ પર લોકો રહે છે. આ પહેલા નવેમ્બર મહિનામાં પણ આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 19 નવેમ્બરે આંદામાન અને નિકોબારમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન પણ કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
મહત્ત્વનું છે કે,
તાજેતરમાં જ જાપાનના હોંશુના પશ્ચિમી તટની પાસે રિક્ટર સ્કેલ ઉપર ભૂંકપની તીવ્રતા 6.0 ની નોંધાઈ હતી. જ્યાં કોઈ જાનહાનિની ઘટના બની નથી. ભૂંકંપ બાદ સુનામીની ચેતાવણી અપાઈ હતી.


