- પાકિસ્તાન સૌથી નબળો પાસપોર્ટ ધરાવતો દેશ
- નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ નબળો પાસપોર્ટ ધરાવતા દેશની યાદીમાં
- યુરોપના દેશોએ પાસપોર્ટની રેસમાં બાજી મારી દીધી
દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવનારની યાદી હવે પ્રસિદ્ધ થઈ ચૂકી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ-2014 અનુસાર આ વખતે પ્રથમ નંબર પર એક નહિ પરંતુ છ દેશ છે. એટલે કે આ છ દેશના પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. આ પાસપોર્ટ પોતાના નાગરિકોને દુનિયાના 227 ગંતવ્યોમાંથી 194માં વગર વીઝાએ એન્ટ્રી કરાવવાની સુવિધા પુરી પાડે છે. જે છ દેશોમાં પ્રથમ નંબર છે યુરોપનો ફ્રાંસ, ઈટાલી અને સ્પેન સામેલ છે. જ્યારે સતત પાંચમા વર્ષે આ સ્થઆન પર એશિયન દેશ જાપાન અને સિંગાપોર એકવાર ફરીથી નંબર-1 છે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના ટોપ-10માં ફરીથી યુરોપના દેશોએ સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં બીજા સ્થાન પર દક્ષિણ કોરિયાની સાથે ફિનલેન્ડ અને સ્વીડન છે. જેના પાસપોર્ટ 193 ગંતવ્યો સુધી વગર વીઝા જવાની સુવિધા આપે છે. જ્યારે ત્રીજા નંબર પર ઓસ્ટ્રીયા, ડેનમાર્ક, આયર્લેન્ડ અને નેધરલેન્ડ છે. જેના પાસપોર્ટ પર નાગરિક 192 ગંતવ્યો પર વીઝા ફ્રી એન્ટ્રી લઈ શકે છે. 191 ગંતવ્યો સુધી વગર વીઝાના જવાની છૂટની સાથે બ્રિટને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બ્રિટન ગત વર્ષે છઠ્ઠા નંબર પર હતું.
ભારત ક્યાં છે?
ભારતને આ લિસ્ટમાં 80માં સ્થાન પર રખાયું છે. ભારતીયો પોતાના પાસપોર્ટથી હાલ 62 ગંતવ્યો પર વીઝા વગર જઈ શકે છે. આમાં થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મોરેશિયસ, શ્રીલંકા અને માલદીવ સામેલ છે. બીજી તરફ ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો ચીન 85 ગંતવ્યોમાં વીઝા એન્ટ્રી વગર લિસ્ટમાં 62માં સ્થાન પર રખાયું છે.
સૌથી નબળા પાસપોર્ટની યાદીમાં પાકિસ્તાન?
તો વાત કરીએ સૌથી નબળા પાસપોર્ટની. તો આમાં અફઘાનિસ્તાનનો નંબર સૌથી ઉપર છે. આમ છતાં પાકિસ્તાનનો પાસપોર્ટ પણ સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા હોવાની યાદીમાં સામેલ છે. યુદ્ધ પ્રભાવિત સીરિયા અને ઈરાકનો પાસપોર્ટ આ લિસ્ટમાં બીજા અને ત્રીજા નંબરે છે. સૌથી નબળો પાસપોર્ટ પાકિસ્તાનની સ્થિતિ એ વાતથી લગાવી શકાય કે તેનો પાસપોર્ટ યુદ્ધ સહન કરતા યમન અને સોમાલિયાથી પણ ખરાબ છે. આ ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો પાસપોર્ટ પણ કમજોર પાસપોર્ટની યાદીમાં મુકવામાં આવ્યો છે.


