- 4500 થી વધુ શહેરોની યાદીમાં પ્રથમ આવ્યું ઈન્દોર શહેર
- રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં પુરસ્કાર અપાયો
- ભારતીય સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડની 2016 શરૂઆત થઈ
ભારતીય સ્વચ્છતા સર્વેક્ષણએ વિશ્વનો સૌથી મોટો શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ કરે છે. શહેરોમાં સ્વચ્છતા જાળવવા માટે તેની શરૂઆત 2016 માં કરવામાં આવી હતી. સ્વચ્છતા સર્વેક્ષણની 8મી સિઝન હેઠળ 2023માં 4500થી વધુ શહેરોને યાદીમાં રાખવામાં આવ્યાં હતાં. આ વખતે સર્વેની થીમ ‘વેસ્ટ ટુ વેલ્થ’ રાખવામાં આવી હતી. આઝાદીના 75મા વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2022 અંતર્ગત સૌથી સ્વચ્છ રાજ્યો અને શહેરોનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઇકાલે નવી દિલ્હીમાં પુરસ્કારોથી સન્માન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2022માં ચાર હજારથી વધુ શહેરોએ ભાગ લીધો તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આ વર્ષે નવ કરોડથી વધુ નાગરિકોએ આ સર્વેક્ષણમાં પોતાનો પ્રતિભાવ આપ્યો તે બદલ પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાનની સફળતા યશ છેલ્લાં આઠ વર્ષમાં કેન્દ્ર અને રાજ્યો સરકારો તથા તમામ નાગરિકોના નિરંતર પ્રયાસોને જાય છે.
સતત છટ્ઠા વર્ષે ઈન્દોર સૌથી સ્વચ્છ શહેર
દેશનાં સૌથી સ્વચ્છ રાજ્યોમાં મધ્યપ્રદેશ પ્રથમ, છત્તીસગઢ બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને રહ્યા હતાં. જ્યારે ગંગા કિનારાના સૌથી સ્વચ્છ નગરોમાં હરિદ્વાર પછી વારાણસીને બીજું અને ઋષિકેશને ત્રીજું સ્થાન મળ્યું છે. મધ્યપ્રદેશનું ઇન્દોર સતત છઠ્ઠા વર્ષે પણ સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર જીતી ગયું છે. જ્યારે સુરત બીજા ક્રમે રહ્યું છે, તો નવી મુંબઈ ત્રીજા સ્થાને રહ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડ
સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં ઇન્દોર છઠ્ઠી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. જેને લઈને મધ્યપ્રદેસના મુખ્યમંત્રી મોહન યાદવે તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણ 2023નો એવોર્ડ મેળવ્યો હતો. આ સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ઈન્દોર શહેરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ પણ હાજર હતા.
ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરે ફરી એકવાર સ્વચ્છતા ક્ષેત્રે જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. આજે ઈન્દોરને ફરી એકવાર દેશના સૌથી સ્વચ્છ શહેર (ઓલ ઈન્ડિયા ક્લીન સિટી)નો ખિતાબ મળ્યો છે. આ વખતે ઈન્દોરની સાથે સુરતને પણ ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સ્વચ્છ સર્વેક્ષણ 2023 પુરસ્કારો નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં આપવામાં આવ્યા હતા.
સીએમ મોહન યાદવે એવોર્ડ મેળવ્યો
નવી દિલ્હીમાં આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ-2023 સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવ્યો. આ પ્રસંગે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ઈન્દોર શહેરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ પણ હાજર હતા.
સીએમ મોહન યાદવે કહ્યું કે,
“સ્વચ્છ સર્વેક્ષણ-2023માં ઈન્દોર શહેરને દેશમાં પ્રથમ અને મધ્યપ્રદેશ રાજ્યને બીજા સ્થાન પર રાખવા બદલ હું તમામ જનપ્રતિનિધિઓ, સ્વચ્છતા કાર્યકરો અને રાજ્યના સાડા આઠ કરોડ લોકોને હૃદયપૂર્વક અભિનંદન અને અભિનંદન આપું છું.”


