- વિશ્વ હિન્દુ પરિષદે ઘરે જઈને આપ્યું આમંત્રણ
- શ્રી રામ મંદિર માટે ત્રણ દાયકાથી યોગદાન આપ્યું
- 96 વર્ષે લાલકૃષ્ણ અડવાણીની તબિયત ખરાબ
અયોધ્યામાં તૈયાર થઇ રહેલા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. દેશ વિદેશમાં વસતા રામભક્તો 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહમાં છે. દેશના વિવિધ ખૂણેથી ભક્તો પોતાના તન, મન અને ધનથી મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે. મહત્વનું છે કે, રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆતથી અત્યાર સુધી મંદિર માટે દાનમાં અંદાજે ₹5000 કરોડ રૂપિયાનું યોગદાન મળી ચૂક્યું છે. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
મળતી માહિતી મુજબ,
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાજપના વરિષ્ઠ અને દિગગ્જ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજરી આપશે. લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ત્રણ દાયકાથી પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે અયોધ્યામાં રેલીથી લઈને રામ મંદિર બનાવવા માટે લડત આપી છે. એ જોતાં વિશ્વ હિન્દુ પરિષદે લાલકૃષ્ણ અડવાણીને રામ મંદરિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ તેમના ઘરે જઈને પાઠવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે, કહ્યું છે કે ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે.
વિશ્વ હિન્દુ પરિષદ
આલોક કુમારના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી જતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમોમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ આગામી 22મીએ યોજાનાર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. આલોક કુમારે કહ્યું કે, “અમે ખુશ છીએ કે, 96 વર્ષની ઉંમરે અને તબિયત સારી ન હોવા છતાં, તેમણે આમંત્રણ સ્વીકાર્યું છે.”
મોટા સૌભાગ્યનો યોગ છે
આ દરમિયાન અડવાણીએ કહ્યું કે, ‘આ મોટા સૌભાગ્યનો યોગ છે કે એવા ભવ્ય પ્રસંગ પર પ્રત્યેકે હાજર થવાનો અવસર મળ્યો છે. કારણ કે શ્રીરામનું મંદિર આ માત્ર એક પૂજાની દ્રષ્ટિથી પોતાના આરાધ્યનું મંદિર, માત્ર એવો પ્રસંગ નથી. આ દેશની પવિત્રતા અને આ દેશની મર્યાદાની સ્થાપના પાક્કી થવાનો આ પ્રસંગ છે. તેમણે કહ્યું કે, ‘પહેલી વાત કે આટલા વર્ષો બાદ ભારતના ‘સ્વ’ પ્રતીકનું પુનર્નિર્માણ આપણે કર્યું. તે આપણી મહેનતના આધાર પર કર્યું.
સંપૂર્ણ દેશનું વાતાવરણ મંગલમય
બીજું તેમને એ પણ કહ્યું કે, જેની પોતાની એક દિશા હોવી જોઈએ, તેને પકડવાનો પ્રયાસ પણ અનેક દાયકાઓથી અમે લોકો કરી રહ્યા હતા, તે અમને મળી ગઈ છે અને સ્થાપિત થઈ ગઈ છે. એક વિશ્વાસ સૌના મનમાં સ્થાપિત થયો છે, તેના કારણે સંપૂર્ણ દેશનું વાતાવરણ મંગલમય થઈ ગયું છે. તેવામાં આપણે પ્રત્યક્ષ ત્યાં ઉપસ્થિત રહીશું, તે પ્રસંગને નિહાળીશું, તેમાં સહયોગી બનીશું. આ કોઈ જન્મમાં પુણ્ય થયા હશે કે જેનું ફળ આપણને મળી રહ્યું છે. એટલા માટે હું તમારો આભાર માનું છું. આ તો માંગીને પણ ન મળનારો અવસર છે, તે મળ્યો છે, જરૂર તેમાં જઈશ.’
લાલકૃષ્ણ અડવાણીને મેડિકલ સુવિધા
વધુમાં આરએસએસ નેતા કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને આલોક કુમારે બુધવારે અડવાણીના ઘરે પહોંચીને રામ મંદિરના ઉદ્ધાટન સમારોહનું આમંત્રણ આપ્યું હતું. લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં કાર્યક્રમ દરમિયાન તમામ જરૂરી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મહત્વનું છે કે,
રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દરમિયાન ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીથી અયોધ્યામાં અનુષ્ઠાન શરૂ થઈ જશે.
સીએસ યોગીને વિનંતી
તાજેતરમાં જ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી રહેલાં એવા, રામવિલાસ વેદાંતીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરી હતી કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલાના અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, “લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.
રામ મંદિરના ટ્ર્સ્ટી ચંપત રાય
તેમજ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી હતી કે, ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને ઢળતી ઉંમરે વિવિધ શારિરીક અને આરોગ્યની સમસ્યાઓના કારણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. ચંપત રાયે આ બંને નેતાઓ વિશે કહ્યું હતું કે, તેઓ પરિવારના વડીલ છે, તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને અહીં ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી લીધી હતી.
1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા આવશે
અયોધ્યામાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. 22 જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં એક લાખથી વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ માટે અનેક રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ, ખેલૈયાઓ અને સેલિબ્રિટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.


