- પર્યાવરણ અને પક્ષીઓને નુકસાન કરતી ચાઇનીઝ દોરી વેચાણ
- બજારોમાં બેફામ દોરી વેચાણ ની ફરિયાદ બાદ દરોડા
- લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસના દરોડા
ઉત્તરાયણમાં પંતગ બજારોમાં ચેકીંગ ચાલી રહ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાઇનીઝ દોરી વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ચેકીંગ કામગીરી દરમિયાન 12 જેટલા સ્થળેથી ચાઇનીઝ દોરી મળી આવી હતી. જે સાથે જ પોલીસ વિભાગે મકરસંક્રાંતિ પૂર્વે સુરેન્દ્રનગરની પતંગ બજારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.
આ સાથે જ પ્રતિબંધિત દોરીનો જથ્થો પોલીસે જપ્ત કરી 12 વેપારીઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પક્ષીઓને નુકસાન કરતી ચાઇનીઝ દોરી વેચાણ પર પ્રતિબંધ છે.છતાં પણ સુરેન્દ્રનગરની બજારોમાં બેફામ દોરી વેચાણની ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસએ પ્રતિબંધિત માંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.જેમાં ગત વર્ષે પણ આજ દુકાનદાર ઝડપાયો હતો. સુરેન્દ્રનગરમા પાટડી પોલીસ દ્વારા પ્રતિબંધિત માંજા અને તુક્કલનુ પોલિસની જાણ બહાર ગેરકાયદે વેચાણ કરનારને ઝડપી પાડવા વોચ ગોઠવવામાં આવી હતી.
પાટડી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે,પાટડી મેઈન બજારમા આવેલા એક ગેસ્ટ હાઉસ પાસેની દુકાનનો દુકાનદાર પ્રતિબંધિત માંજા લઈને નીકળવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસે પ્રતિબંધિત માંજાની 23 નંગ ફીરકી અંદાજે કિંમત રૂપિયા 2300 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


