- વિવિધ રંગના કાપડમાં રામંદિરની કૃતિ બનાવાઈ
- ફાઇનઆર્ટ્સ ડિપાર્ટમેન્ટના પેઇન્ટિંગ વિભાગની મહેનત
- કાપડ અને વણાટ કાર્યથી રચ્યો ઇતિહાસ
રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાને લઈ ઉત્સાહ નાની ઉંમરનાથી લઈ મોટી ઉંમરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામના અયોધ્યામાં આગમન ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં વિવિધ રંગના કાપડમાં રામંદિરની કૃતિ બનાવવામાં આવી રહી છે.
VNSGU ના વિદ્યાર્થીઓમાં રામમય માહોલ જામ્યો છે. જેના માટે ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટના પેઇન્ટિંગ વિભાગની મહેનત કરવામાં આવી છે. જેમાં કાપડ અને વણાટ કાર્યથી ઇતિહાસ રચ્યો છે. રામંદિરની કૃતિ પૂર્ણત કાપડ માંથી બનાવવમાં આવી છે. આ માટે વિવિધ રંગ ના કાપડ ને પેસ્ટ કરીને ખુબ જ સુંદર સંયોજન કરવામાં આવ્યું છે.
એક વિશાળ 15 ફૂટ * 15 ફૂટ કાપડ પર બનાવવામાં આવી છે. તેમજ ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ જી તેમજ હનુમાન ભગવાનની છબી તૈયાર કરવામાં આવી છે. પહેલી વખત કાપડ અને વણાટ કાર્યથી ઇતિહાસ રચવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પહેલી જ વખત મહામહેનતે આ પ્રકારની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
આ અગાઉ સુરતમાંથી જ જવેલર્સ દ્વારા સોનાની અને ચાંદીથી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી. જેની પણ ઘણાં પ્રશંસા કરવામાં આવી રહી હતી. આ પછી સુરતમાંથી વિદ્યાર્થીઓ દ્વારા કાપડમાંથી બનાવવામાં આવેલા રામ મંદિરની પ્રતિકૃતિ જોવા મળી રહી છે અને તેની ચર્ચાઓ શરૂ થઈ છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં પહેલીવાર વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 22 બાય 24 ફૂટમાં તૈયાર કરાયેલી આ વિશાળ અને સુંદર ટ્રેપેસ્ટ્રી બનાવવા 40 વિદ્યાર્થીઓએ 15 દિવસ મહેનત કરી હતી. રોજ આઠ કલાક સુધી મેહનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટ્રેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.


