- કોરોના મહામારીમાં ન્યૂઝીલેન્ડને કોવિડ મુક્ત દેશ બનાવ્યો હતો
- લગ્ન પહેલાં જેસિંડા આર્ડને બાળકને જન્મ આપ્યો હતો
- કોરોના રોગચાળાને લીધે પહેલાં જેસિંડા આર્ડનનાં લગ્નમાં વિલંબ થયો હતો
ન્યૂઝીલેન્ડની પૂર્વ વડાપ્રધાન જેસિંડા અર્ડને શનિવારે રાત્રીએ એક ખાનગી સમારોહમાં તેમના લાંબા સમયના સાથી કલાર્ક ગેફોર્ડ સાથે પ્રભુતામાં પગલાં માંડયાં હતા. તેમની સગાઈ પાંચ વર્ષ અગાઉ થઈ હતી. અને કોવિડ મહામારીમાં લગ્નમાં વિલંબ થયો હતો. આ સમારોહ ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનથી 325 કિલોમીટર સુંદર હૉક્સ બે ક્ષેત્રમાં આવેલા દ્વાક્ષના બગીચામાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આ નવદંપતી અત્યંત સોહામણાં લાગી રહ્યાં હતાં.
આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને આર્ડર્નના ભૂતપૂર્વ સહયોગી સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમાં આર્ડર્નના અનુગામી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ક્રિસ હિપકિન્સનો સમાવેશ થાય છે. આર્ડર્ન અને ગેફોર્ડે 2014 માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને પાંચ વર્ષ પછી સગાઈ કરી હતી પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાનની સરકારના COVID-19 પ્રતિબંધોને કારણે મેળાવડા 100 લોકો સુધી મર્યાદિત હતા. આ પછી તેમના લગ્ન 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા.
આર્ડર્ને તે સમયે કહ્યું હતું કે, “આ જીવન છે અને હું ન્યુઝીલેન્ડના લોકોથી અલગ નથી.” અગાઉ, પોલીસ વિરોધીઓના એક નાના જૂથ સાથે અથડામણ થઈ હતી, જેમણે સ્થળની બહાર ભીંત પર ડઝનેક રસીકરણ વિરોધી પોસ્ટરો ચોંટાડ્યા હતા. જેસિન્ડા આર્ડર્ન કોરોના મહામારી દરમિયાન ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન હતા. તેમણે તેમના દેશમાં કોવિડ રોગચાળાને અસરકારક રીતે કંટ્રોલ કર્યો હતો. રોગચાળા અંગેની તેમની નીતિઓની પણ ઘણી ટીકા કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, ન્યૂઝીલેન્ડ વિશ્વના એવા કેટલાક દેશોમાં સામેલ હતું જે કોવિડ મુક્ત બન્યા હતા.


