- બાળકને વીજ તાર પરથી દોરી નીકાળવા જતા લાગ્યો કરંટ
- ભાવનગરમાં કરંટથી 2 યુવકો ગંભીર રીતે દાઝયા
- ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે
દાહોદમાં પતંગ ચગાવતા બાળકનું મોત થયુ છે. જેમાં બાળકને વીજ તાર પરથી દોરી નીકાળવા જતા કરંટ લાગ્યો હતો. ત્યારે વીજ લાઇનનો કરંટ લાગતા બાળકનું મોત થયુ છે. દાહોદ જિલ્લાના કથોલીયા ગામમાં આ ઘટના બની છે. ત્યારે ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પતંગ ઉડાવતા કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયુ
પતંગ ઉડાવતા કરંટ લાગતા 10 વર્ષીય બાળકનું મોત થયુ છે. જિલ્લાના કથોલીયા ગામે ઘટના બની છે. તેમાં દસ વર્ષનો બાળક ઘરની બહાર પતંગ ઉડાવતા વીજ કેબલોમાં દોર ફસાતા કરંટ લાગ્યો હતો. ત્યારે કરંટ લાગતા આસપાસના લોકો પરિજનો બાળકને હોસ્પિટલે લાવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. તેમજ ઘટનાને લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં યુવાનો ભાન ભૂલ્યા
ભાવનગરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં યુવાનો ભાન ભૂલ્યા છે. જેમાં શહેરના ચિત્રા પટેલનગર વિસ્તારમાં 2 યુવકો ગંભીર રીતે દાઝયા છે. પટેલનગર વિસ્તારમાં ફસાયેલા પતંગને કાઢવા જતા 2 યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો છે. જેમાં ગંભીર રીતે દાઝેલા બંને યુવાનોને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે બંને યુવાનોની હાલત અતિ ગંભીર છે.


